મહિલાઓને શિક્ષિતની સાથે આત્મનિર્ભર બનવા અને મુશ્કેલીઓ સામે હિંમતથી બાથ ભિડવા હાંકલ કરતાં મહિલા અધિકારીઓ*
….
ગીર સોમનાથ તા.૭ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ગીર સોમનાથ જિલ્લાના મહિલા અધિકારીઓએ ખાસ સંદેશો આપ્યો છે, જિલ્લા વહીવટી તંત્રમાં પુરુષ અધિકારીઓ સાથે ખંભે ખંભો મિલાવી રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓ અને નીતિને અમલમાં મૂકવામાં અગ્રેસર આ મહિલા અધિકારીઓએ જિલ્લાના જટિલ પ્રશ્નોનો પણ સૂઝબૂઝથી ઉકેલ લાવી પોતાની વહીવટી અને કાર્યકુશળતાનો પરિચય કરાવ્યો છે.
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને એક સંતુલિત સમાજ નિર્માણમાં ખૂબ મોટી જવાબદારી નિભાવી રહેલી આ મહિલા અધિકારીઓ આજે એક પ્રેરણાસ્ત્રોત છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની Gender equality today for a sustainable tomorrow ની થીમ સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રની મહિલા અધિકારીઓ મહિલાઓને શિક્ષિતની સાથે આત્મનિર્ભર બનવા અને મુશ્કેલીઓ સામે હિંમતથી બાથ ભિડવાની મહિલાઓને હાંકલ કરે છે.
*મહિલાઓ સાચા અર્થમાં સમાજ નિર્માણનુ કાર્ય કરે છે*
*- સરયુબા જસરોટિયા, પ્રાંત અધકારી, વેરાવળ*
વેરાવળ પ્રાંતનું સુચારુ નિર્વહન અને સંચાલન કરનાર વેરાવળ પ્રાંત અધિકારી શ્રીમતી સરયુબા જસરોટિયા મહિલાઓને સંદેશ આપતા જણાવે છે કે “મહિલાઓ સાચા અર્થમાં સમાજના નિર્માણનું કાર્ય કરે છે. બાળકોના ઉછેરથી લઈને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું આર્થિક બજેટ તૈયાર કરવા સુધીના તમામ કર્યો મહિલાઓ સુચારુ રૂપે કરી જાણે છે. મહિલાઓ સમાજમાં આવતા સકારાત્મક પરિવર્તનોની આધારશીલા રહી છે. આપણા દેશમાં નારીઓને શક્તિ સ્વરૂપે સન્માન આપવામાં આવ્યું છે. ત્યારે સ્ત્રીઓના સશક્તિકરણ માટે સરકાર પણ એટલી જ કટિબદ્ધ છે. વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સર્વાંગી વિકાસ માટે મહિલા અને બાળ વિકાસ બજેટમાં ૪૨% નો ધરખમ વધારો કર્યો છે. સાથે જ ઘર ને ચલાવતી મહિલાઓને સાચા અર્થમાં ઘરની માલિક બનાવવા માટે અને મહિલાઓના સામાજિક દરજ્જાના વિકાસ માટે સરકારશ્રીએ મિલકત તબદીલીના દસ્તાવેજો મહિલાઓના નામે હોય તેના પર નોંધણી ફીમાંથી મુક્તિ પણ આપી છે.
…..
*આઝાદી બાદ મહિલાઓની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે*
*-એ.જે ખાચર, નાયબ નિયાયક (અનુસુચિત જાતિ),ગીર સોમનાથ*
આઝાદી બાદ મહિલાઓની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને બંધારણમાં મહિલાઓના અધિકારોને રક્ષિત કરવામાં આવ્યા છે. બાબા સાહેબ આંબેડકર તેમજ અન્ય મહાનુભાવોના પ્રયાસોના કારણે મહિલાઓને મહત્વનો મિલકતનો અધિકાર મળ્યો છે. જેનુ પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે. મહિલાઓના ઉત્કર્ષ માટે કેન્દ્ર-રાજ્ય સરકારે યોજનાઓ અમલામાં મૂકવાની સાથે નવી નીતિઓ પણ ઘડી છે. હા, એટલુ ચોક્કસ છે કે, જો મહિલાઓ શિક્ષિત અને આર્થિક રીતે આત્મનિર્ભર હશે તો આવનારા પડકારો સામે આત્મવિશ્વાસ સાથે જઝૂમી શકશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સર્વેને શુભેચ્છાઓ પાઠવવાની સાથે દરેક વાલીઓને ખાસ અનુરોધ કરીશ કે, દિકરીઓને ખૂબ ભણાવે.
…….
*મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરો*
*-શ્રીમતી રસીલાબેન વાઢેર, આર.એફ.ઓ. પ્રભાસપાટણ રેન્જ*
પોતાનામાં રહેલી હિંમત મહિલાઓ બહાર લાવશે તો અશક્ય લાગતા કાર્યો પણ અચૂકપણે કરી શકશે. આજે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પરચમ લહેરાવ્યો છે, તેનાથી આપણે પરિચિત છીએ, પણ સમાજમાં મહિલાઓને ઘણી ભૂમિકાઓ અને જવાબદારી સાથે ચાલવાનુ હોય છે. મહિલા એક, માતા, પુત્રી, બહેન, પત્ની આમ, અનેક ભૂમિકા હોય છે. એટલે મહિલાઓની સવિશેષ જવાબદારી હોય છે
મારી વાત કરું તો, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી વિચારધારાના પગલે મહિલાઓને પણ ૨૦૦૭માં પ્રથમવાર વન વિભાગમાં સેવા કરવાની તક મળી હતી. આ પ્રથમ ભરતીમાં હું વન વિભાગમાં ગાર્ડ તરીકે જોડાઈ હતી. જેથી હું વન્ય પ્રાણીઓના રેસક્યુ સહિતની કામગીરી કરી શકી છું. આજે તેના પરિણામે મને ખ્યાતિ મળવાની સાથે અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા છે. એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કહીશ કે, મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરે.
…….
*દેશના વિકાસમાં મહિલાઓ પુરતુ યોગદાન આપશે ત્યારે સાચા અર્થમાં મર્દાની કહેવાશું*
*-ડૉ. અનસુયા વરચંદ, પોલીસ ઇન્સ્પેક્ટર, સોમનાથ મંદિર, સુરક્ષા*
આજે જ્યારે વિશ્વની અડધી આબાદી સ્ત્રીઓની છે ત્યારે રાષ્ટ્ર-સમાજના વિકાસમાં સ્ત્રીઓનું યોગદાન જરા પણ ઓછુ રહે તે પાલવે તેમ નથી. આ સાથે મહિલાઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવું જોઈએ. જેથી ખરા અર્થમાં મહિલા સ્વતંત્ર બની શકે. સ્ટીરીયોટાઈપ્સથી દૂર રહી પ્રગતિશીલ વિચારધારા અપનાવી જોઈએ. આજે મહિલાઓ માટે અનેક ક્ષેત્રમાં જવા માટેના દ્વાર ખૂલી ગયા છે. આજે મહિલા આર્મીમાં જઈ શકે છે, હવાઈ જહાજ ચલાવી શકે છે. સ્પોર્ટ્સમાં પણ આગળ વધી શકે છે. તે મહિલાઓએ સાબિત પણ કર્યું છે. આ માટે કેન્દ્ર-રાજ્ય સરકારની ઘણી યોજનાઓ ચાલે છે. તેનો લાભ મેળવી આગળ વધવુ જોઈએ. દેશના વિકાસમાં મહિલાઓ જ્યારે પૂરતું યોગદાન આપી સહભાગી બનશે ત્યારે મહિલાઓ સાચા અર્થમાં ‘મર્દાની’ કેહવાશે. હોવાની વિગતો સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


