Gujarat

આજે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ દ્વારા શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દાઓ ઉજાગર કરવાના હેતુથી પ્રેસ બેઠક યોજવામાં આવી,

પંજાબ મા સત્તા હાંસલ કર્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવામાં લાગી છે, ગુજરાતમાં હાલ શિક્ષણ, આરોગ્ય ,વીજળી સહિત જે સમસ્યાઓ છે તેને દૂર કરી આમ આદમી પાર્ટી કઈ કઈ સેવાઓ કેવી રીતે પ્રદાન કરશે તેને લઈ છોટાઉદેપુર ખાતે ની આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ડી એન રાજપૂત દ્વારા પ્રેસ બેઠક બોલાવી જાહેરાત કરવામાં આવી હતી,બેઠકમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ અને શાળા બન્નેની સ્થિતિ ખુબજ કથળેલી છે, જિલ્લામાં 200 શિક્ષકોની ઘટ્ટ છે, ત્યારે પાર્ટી દ્વારા એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના ઉપર નાગરિકો પોતાના વિસ્તારની શાળાના ફોટો વિડીયો મોકલી શાળાની જર્જરિત સ્થિતિ અંગે જણાવે જે આમ આદમી દ્વારા પીએમ ને બતાવવામાં આવશે,આમ આદમી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તો દરેક વિદ્યાર્થીને  મફત અને ગુનવત્તા સભર શિક્ષણ આપવામાં આવશે ,આરોગ્યની તમામ સુવિધાઓ મફત આપવામાં આવશે ..દિલ્હી અને પંજાબની જેમ 300 યુનિટ સુધી મફત વીજળી અને વિદ્યાર્થીઓ અને મહિલાઓને મફત મુસાફરી ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે,વૃદ્ધોને મફત યાત્રા કરાવવામાં આવશે અને ભ્રષ્ટાચાર ને ખતમ કરવામાં આવશે.સાથે દિલ્હી અને પંજાબની જેમ જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220416-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *