Gujarat

આદિપુર પોલીસે ૪ જુગારીઓને ૨૪ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ગાંધીધામ
ગાંધીધામના અંતરજાળના બસ સ્ટેશન પાસે જુગાર રમી રહેલા ૪ ખેલીને આદિપુર પોલીસે રૂ.૨૪ હજાર રોકડ સાથે પકડી લીધા હતા, તો જીઆઇડીસી વિસ્તારમાં એ.વી.જાેષી ઝૂંપડામાંથી ૩ જુગારી રૂ.૧,૨૪૦ રોકડ રકમ સાથે ઝડપાયા હતા. આદિપુર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અંતરજાળના બસ સ્ટેશન પાસેની પીપળી નીચે અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી મુળજીભાઇ રામજીભાઇ દાફડા, રમેશ રામજીભાઇ ચૈયા, પરેશ વસ્તાભાઇ મ્યાત્રા અને ભુપત ડાહ્યાભાઇ સોલંકીને રૂ.૨૩,૯૦૦ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરાઇ હોવાનું પીએસઆઇ એચ.એસ.તિવારીએ જણાવ્યું હતું. તો બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે એ.વી.જાેષી ઝૂંપડામાં જુગટું રમી રહેલા કિશન પંકજભાઇ પટેલ, મનસુખ કરશનભાઇ બગડા અને કેવળભાઇ મોતીભાઇ મકવાણાને રૂ.૧,૨૪૦ રોકડ રકમ સાથે પકડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. રાપર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડકોન્સ્ટેબલ સંજયદાન ગઢવીને મળેલી બાતમીના આધારે દૂધ ડેરી વિસ્તારમાં દરોડો પાડી જુગટું રમી રહેલા અફસીલ હુસેન કુંભાર, સદામ વિશનજી સમા સમા, અજય સુરેશભાઇ કોલી અને હરેશ ભચુભાઇ લુહારને રૂ.૧૧,૨૦૦ રોકડ સાથે પકડી લીધા હતા જ્યારે રફિક આમદશા શેખ નાસી ગયો હતો. તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ હોવાનું પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું.

Arrest-of-4-gamblers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *