Gujarat

ઊના તાલુકાના એસ ઓ આર ના ભાવ ન વધારાતા સરપંચોમાં કચવાટ..

જુના ભાવ પ્રમાણે વિકાસના કામો સારી ગુણવતા વાળા થઇ શકે તેમ ન હોવાનું ગ્રામ પંચાયતોમાં નારાજગી.

ઊના તાલુકામાં હાલ વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્રારા ૧૫માં નાણાપંચ હેઠળના વિવિધ પ્રકારની ગ્રાન્ટ પંચાયતોને આપવામાં આવતી હોય છે. આ ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્રારા વિકાસના કામો કરવામાં આવે છે. હાલ એસ ઓ આર ના જુના ભાવ પ્રમાણે સરપંચોને કામ કરવા માટે દબાણ કરવામાં આવતુ હોય તેમ આ કામો એ ટી વી ટી અને ગ્રામ પંચાયત દ્રારા ગટર, પાઇપ લાઇન, બ્લોક જેવા કામો કરવાના હોય છે. હાલ આ તમામ કામો કરવા માટે જે વિકાસ કામો માટે મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં હાલના તમામ મરીટીયલના ભાવો આસમાને ચઢી જતાં ભાવ ડબલ થઇ ગયા છે. પરંતુ એસ ઓ આર જુના ભાવમાં છે જે ભાવ એસ્ટીમેન્ટ મુજબ ભાવ અને બજાર ભાવમાં ઘણો ફેરાફાર જોવા મળતો હોય અને ગ્રામ પંચાયત દ્રારા આ કામો જુના ભાવ પ્રમાણે કરવામાં આવે તો વિકાસના કામો સારી ગુણવતા વાળા થઇ શકે તેમ ન હોવાનું ગ્રામ પંચાયતોમાં કચવાટ સાંભળવા મળેલ. જોકે હાલ રેતી, કાકરી, સિમેન્ટના ભાવ પણ આસમાને હોય અને એસ્ટીમેન્ટમાં હાલ જુના ભાવ ચાલી રહ્યાં છે. ત્યારે ગ્રામ પંચાયતે વિકાસના કામો કેવી રીતે કરવા તે બાબતે ગ્રામ પંચાયતના સરપંચોમાં નારાજગી સાથે કચવાટ જોવા મળેલ અને આ મોંઘા ભાવના કામો કઇ રીતે શક્ય છે તે એક ચર્ચાનો વિષય બની ગયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *