નડિયાદ
ઝાલોદ થી સાણંદ જતી બસ નં (જીજે ૧૮ વાય ૧૯૬૪)નો ડ્રાઇવર નશાની હાલતમાં આ બસ ચલાવે છે અને રોડ ઉપર બસ રેલાવતો ચલાવે છે જેથી તમે તેને રોકાવો અને તપાસ કરાવો અને આ બસ સેવાલીયાથી ઠાસરા રોડ ઉપર માલવણ ગામ નજીક છે. આથી ડાકોર ડેપોની ટીમે બાલાશિનોર ડેપોને પણ જાણ કરેલ હતી. ડાકોર એટીઆઈનો કાફલાએ ઠાસરા બસ સ્ટેન્ડ પરથી ઉપરોક્ત બસને અટકાવી હતી. બસના ચાલકને નીચે ઉતારી જાેતાં તે લથડીયાં ખાતો હતો. તેને બ્રેથ એનેલાઇઝર (આલ્કોબીકોર) થી ચેક કરતાં તેમાં આલ્કોહોલ ડીટેકટ લખાઇને આવતાં તે નશાની હાલતમાં હોવાનું જણાઇ આવેલ હતુ. જેથી આ ડ્રાઇવરનુ નામઠામ? પુછતાં તેણે પોતાનું નામ મહેશભાઈ અરજનભાઇ ગોહેલ (રહે.માલ ઇટાડી, ખડોલ તા.ક૫ડવંજ જી.ખેડા) નો હોવાનું જણાવેલ અને પોતાનો બેઝ નબર-૨૨૬૩૫ નો હોવાનું જણાવ્યું હતું. આ બસના ચાલકે નશાની હાલતમાં પોતાની બસ બેફકીરાઈ રીતે ચલાવી બસની અંદર બેઠેલ પેસેન્જરોનો જીવ જાેખમમાં મુકી ગુનો કરેલ હોય જેથી આ બસમાં પેસેન્જરો હોય બીજા ડ્રાઇવર સાથે બસને રવાના કરી હતી. અને નશામાં ધૂત ડ્રાઇવરને લઇ સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવા આવ્યા હતા. પોલીસે ડેપો મેનેજરની ફરિયાદના આધારે ઉપરોક્ત એસટી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.સલામત સવારી એસ.ટી અમારી એ સૂત્રને કલંકિત કરતી ઘટના ખેડા જિલ્લામાં પ્રકાશમાં આવી છે. ઝાલોદથી સાણંદ જઈ રહેલી એસટી બસનો ચાલક નશામાં મુસાફરોના જીવ જાેખમાય તે રીતે ચલાવતાં અંતે તેની સામે કાયદેસરના પગલાં લેવાયા છે. આ એસટી બસના ચાલક સામે ડાકોરના ડેપો મેનેજરે સેવાલીયા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.
