મકસુદ કારીગર,કઠલાલ
આવેદન પત્રમાં જણાવામાં આવ્યું છે કે એકતા એક જ લક્ષ્ય સંગઠન ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં ચાલી રહી છે અઢારે વરણ મા પરસ્પર એકતા સ્થાપી સમાજમાં સમરસતા સ્થાપવા નું કાર્ય આ સંગઠન કરી રહ્યું છે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડવાના રાષ્ટ્રવ્યાપી સડયંત્ર રચાઈ રહ્યું છે ભારતના બંધારણની ઉપર જઈ આ વકફ બોર્ડ કાર્ય કરી રહ્યું છે તેમજ વકફ બોર્ડ ૧૯૯૫ની એક્ટની કલમ નો દૂર કરી કાયદાનો ભંગ કરી રહ્યું છે જેમાં ભારતીય સશસ્ત્ર દળ ,ભારતીય રેલવે તેમજ વિશાળ સંપત્તિ કુલ છ લાખ ઓગણ સાઈઠ હજાર 800 77 જેટલી સ્થાવર મિલકત અને આઠ લાખ એકર જમીન મિલકતના રૂપમાં રજીસ્ટર થયેલ છે આમ સંપૂર્ણ મિલકત તરીકે રજિસ્ટર કરાવી લેવાનો વિશેષ અધિકાર ધરાવે છે જે સદંતર ખોટું છે આ એક્ટ હિન્દુઓને પોતાની અંગત મિલકત કે ધાર્મિક સંસ્થાઓના રક્ષણ માટેની કોઈ જોગવાઈ નથી આ કાયદો માત્ર ને માત્ર મુસ્લિમ સમુદાયના અંગત હેતુ માટે રચાયેલ હોય રાષ્ટ્રવાદ ના વિરોધમાં છે આમ ગુજરાતની અંદર ઘણી જગ્યાઓ ની અંદર આ એકટ દ્વારા મિલકતો હડપ કરવાના કિસ્સા બનેલા છે જેથી રાજ્ય વકફ બોર્ડ તથા વકફ ટ્રિબ્યુનલનું વિઘટન કરવા રાષ્ટ્રવાદી સરકાર પાસે અતિ આગ્રહથી મંડળની માગણી છે આમ અઢારે વરણના હિતો જળવાય તે હેતુસર મંડળ વતી સરકાર શ્રી ને આવેદનપત્ર આપી રહેલ છે જેવી બાબતો નો ઉલ્લેખ કરતો આવેદનપત્ર કઠલાલ મામલતદાર ને આપવામાં આવ્યો.


