રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ નગર ના વેપારી પાસેથી લાકડું ખરીદી રૂપિયા નહિ આપનાર પાસેથી કઠલાલ પોલીસે લાકડા નો માલ ગણતરી ના દિવસોમાં રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ મા જગદીશભાઈ પટેલ લાકડા નો વેપાર કરે છે અને તેઓની પાસેથી એક ઈસમે વુડ સાઈઝ અઢી ફૂટ થી પોણાચાર ફૂટ ના નંગ 13 હજાર 399 જે 21.9540 ઘન મીટર લાકડું જેની જીએસટી સાથે કિંમત રૂપિયા 1 લાખ 98 હજાર 617 નો માલ મંગાવી રૂપિયા ચૂકવ્યા ન હતા.સમગ્ર મામલે જગદીશભાઈ પટેલ રહેવાસી કઠલાલ નાઓ એ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે કઠલાલ પોલીસે એક ઇસમને ઝડપી પાડયો હતો અને લાકડા નો માલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે ટૂંક જ સમયમાં સમગ્ર લાકડા નો માલ રિકવર કરી ફરિયાદીને સોંપવાની કામગીરી હાથ ધરી હતી સમગ્ર મામલે પોલીસની કામગીરીને લઇ સ્થાનિક અગ્રણી પ્રકાશભાઈ પટેલ દ્વારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ નગરમાં વેપારીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છે તેમ જણાવ્યું હતું.
Attachments area


