લોકેશન.ખેડા-કઠલાલ
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
૨૧ જૂન ઈન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વખત એ ૨૧જૂન,૨૦૧૫ ના રોજ ઉજવવામાં આવ્યું હતું. જેની શરૂઆત ૨૭ મી ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ખાતેના પોતાના ભાષણમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી હતી. ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ યુએનમાં ૧૭૭ સભ્યો દ્વારા ૨૧ જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી નડિયાદ દ્વારા આયોજિત તાલુકા કક્ષાનાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કઠલાલ શેઠ.એમ.આર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી.
આ કાર્યક્રમમાં કઠલાલ ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી સહિત ભાજપના કઠલાલ શહેર અન્ય કાર્યકર્તા ઓ અને હોદેદારો, કઠલાલ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ કઠલાલ શેઠ.એમ.આર. હાઈસ્કૂલ શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપનાં ખેડા જિલ્લા મંત્રી રાજેશભાઈ પટેલ દ્વારા દરેક યોગ કરનાર વિધાર્થીઓને ટીશર્ટ તેમજ યોગા મેટ ભેટ કરવામાં આવી.
3 Attachments


