કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં Tdo અને ddo ની સૂચના અન્વયે તાલુકા માં આયુષ્માન કાર્ડ અને શ્રમ કાર્ડ ની કામગીરી રવિવાર ના દિવસે પણ ગ્રામ પંચાયત કચેરીઓ ખુલી રાખી કામગીરી હાથ ધરાય હતી જેમાં મોટી સંખ્યા માં લાભાર્થીઓ એ ભાગ લીધો હતો. હાલ પણ બંને ગ્રામ પંચાયત કચેરીઓ માં આયુષ્માન કાર્ડ અને શ્રમ કાર્ડ ની કામગીરી સતત ચાલુ જ હોય અને આવનાર 10 તારીખ સુધી પણ દર રવિવાર પણ કચેરીઓ માં કામગીરી ચાલુ રખાશે જેથી વધુ લાભાર્થીઓ લાભ લય શકે હાલ આયુષ્માન કાર્ડ અને શ્રમ કાર્ડ સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ માં લાભ મળતો હોય છે.જેથી બંને ગ્રામ પંચાયત ખાતે સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ ની કામગીરી ની પ્રક્રિયા ચાલુ છે.
બંને તલાટી મંત્રી શ્રી દવે સાહેબ અને વસોયા સાહેબ
દ્વારા જણાવાયું હતું કે શાપર-વેરાવળ વાસીઓ ને સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ માં લાભ મળે છે જેથી આયુષ્માન કાર્ડ અને શ્રમ કાર્ડ નો વધુ માં વધુ ગ્રામજનો લાભ લે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


