Gujarat

ખંભાળીયામાં ૭ કિલોમીટરનો રસ્તો તંત્રએ ન બનાવતા સ્થાનિકોએ જાતે બનાવી નાખ્યો

જામનગર
ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડીથી પીપળીયા અને માળી ગામ સુધીનો સાત કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર હાલત હતો. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ ન આવતા સ્થાનિકોએ તંત્રની રાહ જાેયા વગર જાતે જ રસ્તો બનાવવાનું શરૂ કર્યુ છે. રસ્તો અતિ બિસ્માર હોવાથી ખેડૂતોને તેમજ વિદ્યાર્થીઓને આવવામાં જવામાં પરેશાની થતી હતી. જેથી સ્થાનિકોએ ફાળો ઉઘરાવી જાતે જ સસ્તો બનાવ્યો છે. રસ્તો ખરાબ હોવાથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ અંગે તંત્રમાં અનેક રજૂઆતો કરી પણ કોઇએ ધ્યાન ન આપતા ખેડૂતોએ જાતે ફાળો ઉઘરાવી ફંડ ભેગુ કર્યું અને આઠ ટ્રેકટર એક જેસીબી અને એક કટર મશીન સહિતના સાધનો સાથે રસ્તો બનાવ્યો હતો. વર્ષોથી રસ્તો બિસ્માર હાલતમાં હોવાના કારણે અહીંના ૧૦૦ જેટલા પરિવારોને અસર થતી હતી. રજૂઆતોનું પરિણામ ન આવતા સ્થાનિકોએ કોઇની વાટ જાેયા વિના અઠવાડિયાથી આ રોડ રસ્તાનું કાર્ય શરૂ કર્યું હતું આ રોડ પોતાની જાતેજ બનાવવાનંર નક્કી કરી અને કપચી ભરી રોડ બનાવી નાખ્યો હતો.

File-02-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *