મહીસાગર
મહીસાગર નદી કાંઠાના જિલ્લાના ૧૦૬ ગામોમાં હાલ એલર્ટ આપાયું છે. ત્યારે સાવચેતીને ધ્યાને લઇ પ્રસાસન દ્વારા ખાનપુર મલેકપુરને જાેડતા માર્ગ પરનો તાંત્રોલી પુલ આવેલો છે જેને અવર જવર માટે બંધ કરી દેવાયો છે. પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવીને બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લા પ્રસાસન દ્વારા લોકોને નદી કિનારે ન જવા માટે પણ અપીલ કરાઈ છે.મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ કે જ્યાં વહેલી સાવરથી જ ઉપરવાસ માં આવેલ રાજસ્થાનના માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડાતા ધરખમ પાણીની આવક નોંધાઈ રહી છે. ત્યારે ડેમનું રુલ લેવલ જાળવવા માટે પ્રસાસન દ્વારા ડેમ માંથી મોટી માત્રામાં પાણી છોડાય રહ્યું છે. મહીસાગર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપાયું છે.


