Gujarat

ગરમીની ઋતુમાં બરફના ગોળા ખાઈને ગરમીથી રાહત મેળવતા નગરજનો  બોડેલીમાં ૪૧ ડિગ્રી કરતા વધારે ગરમી  પ્રજા ત્રાહિમામ 

બોડેલી નગરમાં આજે ગરમીનો પારો ૪૧ ડિગ્રી કરતાં વધુ થતાં લોકો હેરાન પરેશાન થયા હતા
રસ્તાઓ પર લોકોની અવરજવર ખુબ ઘટી ગઈ હતી
ગરમીની સાથે ગરમ પવન આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠીયા હતા
ગરમીનો પારો ૪૧ ડિગ્રી કરતાં વધુ નોંધાયો હતો ખાસ કરીને બપોરના સમયે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું  ટાળ્યું હતુ
બપોરના સમયે લોકોની ચહલપહલ ખૂબ ઓછી જોવા મળી હતી ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો અને બરફ નો સહારો લઈને ગરમીથી રાહત મેળવવાની કોશિશ કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં ગરમી નો પારો વધવાની સંભાવના વર્તાઈ રહી છે હાલમાં જે રીતે ગરમી પડી રહી છે તે જોતાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *