Gujarat

સાવરકુંડલા લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં અમદાવાદના નિષ્ણાત ગેસ્ટ્રો લોજીનો ફ્રિ માં નિદાન કેમ્પ યોજાયો. ૧૨૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો…

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે ગઈ કાલે પેટના લીવરના આંતરડા સહિતના દર્દીઓ માટે ફ્રિ માં  કેમ્પ યોજાયો હતો જેમાં અમદાવાદના નિષ્ણાત ગેસ્ટ્રોલૉજીએ સેવા આપી હતી અહીં સવારથી શરૂ થયેલા આ પેટના રોગોના કેમ્પમાં સાવરકુંડલા તેમજ આસપાસના ૨૦  જેટલા ગામોના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં શહેરોમાં જ થતી મોંઘીદાટ  સારવાર અહીં નિઃશુલ્ક થઈ હતી ખાસ કરીને પેટના સુપર સ્પે. ડોક્ટરો સમીર પાઘદાર, કિરણ હરવાણી તેમજ સાવરકુંડલાના સેવાભાવી ડો. પ્રવીણ ચોડવડિયા અહીં ઉપસ્થિત રહી દર્દીઓને તપાસ્યા હતા અને ઘટના સ્થળ પર જ સારવાર કરી હતી ત્યારે અમદાવાદ જેમાં શહેરના  જ ગેસ્ટ્રોલોજી તેમજ પેટ આંતરડા લીવરની સારવારના સુપર સ્પે. ડોક્ટરો ઉપલબ્ધ હોય છે ત્યારે સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તેમજ ડો. પ્રવીણ ચોડવડીયા દ્વારા અહીં આ સ્પે. ડોક્ટરોને લાવવામાં આવ્યા હતા જેનો સાવરકુંડલા તેમજ ગ્રામ્ય વિસ્તારના  દર્દીઓએ મહત્તમ લાભ લીધો હતો. જે સારવાર દવા અને લેબોરેટરી સહિતનો ખર્ચ દર્દીઓને અહીં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં નિશુલ્ક થયો હતો ત્યારે શહેરોમાં થતી સારવાર અહીં ઉપલબ્ધ બની હતી જે કેમ્પનાં આયોજનમાં હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડો. મગનભાઈ પાંડવ તેમજ જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ જોશીનો સંપૂર્ણ સહયોગ મળતાં અનેક દર્દીઓએ અહીં લાભ લીધો હતો તેમ ડો. પ્રવીણભાઈ ચોડવડિયાએ જણાવ્યું હતું

IMG-20220425-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *