Gujarat

ગાંધીધામમાં ચપ્પુ બતાવી ૨૪ હજારની લૂંટ કરનાર ઝડપાયો

ગાંધીધામ
ગાંધીધામના મીઠીરોહરના આહિરવાસની યોગેશ્વર સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય સુમિતભાઇ ભગવાનજી મિસ્ત્રી તેમના બહેન ચાંદુબેન અને કાકી લતાબેન સાથે બેંકિંગ સર્કલ પર આવેલી બેંક ઓફ બરોડામાંથી રૂ.૪૯,૦૦૦ ઉપાડી તેમના બેન તથા કાકી મીઠીરોહર જવા નિકળી ગયા બાદ તેઓ ઉધારના પૈસા ચૂકવવા સુંદરપુરી ગયા હતા અને ત્યાંથી તેઓ ઇન્દીરાનગર પહોંચ્યા ત્યારે ત્યાં ઉભેલા બુકાનીધારી શખ્સે તેમને રોતાં તેમણે સ્કુટી .ભી રાખી ઉતરતા઼ જ તે શખ્સે છરી કાઢી જે પૈસા હોય તે આપી દેવા જણાવ્યું હતું. હાથમાં છરી વડે ઇજા પહોંચાડી રૂ.૨૪,૦૦૦ રોકડની લૂંટ કરી જાે આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ કહી ૨૫ થી ૩૦ વર્ષનો લાગતો અજાણ્યો બુકાનીધારી ભાગી ગયો હતો. તેના વિરૂધ્ધ સુમિતભાઇએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ આ ઘટનાને અંજામ આપનાર આરોપી અંજારના બાગેશ્રી-૩ માં રહેતા કાસમ .ર્ફે નવિન અલ્લારખા સોઢાને પકડી લઇ તેણે લૂંટ કરેલી રુ.૨૪,૦૦૦ રોકડ રીકવર કરી હતી. મીઠીરોહર નજીક છરી બતાવી રૂ.૨૪ હજાર રોકડની લૂ઼ંટની ઘટના બની છે તે અગાઉ પણ તા.૧૯ માર્ચના બે જણાએ ટ્રક ચાલકના ગળે લૂંગી વીંટી છરીની અણીએ રૂ.૧૧ હજાર રોકડની લૂંટ કરી હતી, તો સિટી ટ્રાફીક પોલીસ ચોકી સામે તા.૨૪ મે ના રોજ પોતાના બિમાર પિતાને મળવા જઇ રહેલા પરપ્રાંતિય યુવકને ત્રણ જણાએ છરી બતાવી રુ.૨૪ હજાર રોકડની લૂંટ કરી હોવાની ઘટના બની હતી આ બન્ને ઘટનાના ભેદ ઉકેલાઇ ગયા છે પણ સવાલ એ છે કે છતાં આ ગેંગ સક્રીય જ રહે છે.ગાંધીધામના મીઠીરોહર નજીક આવેલા ઇન્દિરાનગર પાસે સ્કુટી પર જતા યુવાનને રોકી બુકાનીધારી શખ્સે ધોળા દિવસે છરીની અણીએ રૂ.૨૪ હજાર રોકડની લૂંટ ચલાવી હાથમાં છરીનો છરકો મારી અને લૂંટ કરનારે જાે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયો હોવાની ગુરૂવારે બનેલી ઘટનામાં બી-ડિવિઝન પોલીસે સતર્કતા દાખવી આ ઘટનામાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લઇ ભેદ ઉકેલ્યો હતો.

24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *