ડીસા
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા લોકોની રોજિંદી જીવન જરૂરિયાતથી ચીજ વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવામાં આવી છે. ગોળ, દાળ,ચોખા અને આટા સહિતની ચીજ વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવતા જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે. જેના કારણે ડીસાના વેપારીઓએ સરકારના આ ર્નિણય સામે વિરોધ નોંધાવ્યો હતો. તમામ વેપારીઓએ ડીસા જીએસટી વિભાગના કમિશનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ અંગે શ્રી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશચંદ્ર મોદીએ જણાવ્યું હતું કે રોજંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ને જીએસટીના દાયરામાં લાવવાથી મોંઘવારીથી પીડાતા શ્રમજીવી લોકો પર વધુ એક બોજ પડશે જેથી સરકારે આ મામલે વિચારી જીએસટી પાછો ખેંચવો જાેઈએ.કેન્દ્ર સરકાર દ્વારા રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર પણ જીએસટી લાદવામાં આવ્યો છે, જેના વિરોધમાં ડીસાના વેપારીઓએ જીએસટી વિભાગના કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ જીએસટી પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

