તાલુકાના કાકડીમોલીના આચાર્ય અને નાળીયેલીમોલીના શિક્ષીકાને કોરોના..
ઊના – કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગપેસારો થયો હોય તેમ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની બે શાળામાં એક આચાર્ય અને એક મહીલા શિક્ષીકા મળી બે કોરોનાના પોઝીટીવ કેઇસ આવતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ મચી ગયેલ છે. ત્યારે હાલ શિક્ષણ વિભાગે બન્ને શિક્ષકોને રજા પર ઉતારી ૭ દિવસ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કરવાની જાહેરાત કરી આપી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાના કાકડીમોલી પ્રા.શાળામાં ફરજ બજાવતા આચાર્ચ તેમજ નજીકના નાળીયેરીમોલી ગામની પ્રા.શાળામાં ફરજ બજાવતી મહીલા શિક્ષીકાએ પોતાનો કોરોનાનો રીપોર્ટ કરાવતા બન્નેને કોરોના પોઝિટીવ આવતા શાળામાં ફફડાટ ફેલાય ગયેલ હતો. આ અંગેની જાણ તાલુકા શિક્ષણાધિકારીને કરાતા તેમણે ૭ દિવસ સુધી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાનું જણાવી આ બન્ને કોરોના પોઝીટીવ શિક્ષકોના સંપર્કમાં આવેલ તેવોના રીપોર્ટ કરવા તેમજ કાકડીમોલી શાળામાં અન્ય શિક્ષકો તેમજ શંકાસ્પદ છાત્રોના પણ આર.ટી.પી.સી૦આર રીપોર્ટ કરવામાં આવેલ છે. હાલ બન્ને શાળામાં શિક્ષણ કાર્ય ઓફલાઇન બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય કરાવાનો આદેશ કરેલ છે.
આમ ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રા.શાળાઓમાં કોરોનાનો પગપેસારો થતાં વિદ્યાર્થી તેમજ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. અત્રે ઉલ્લેખનિય છેકે સરકાર દ્રારા ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ કરવામાં આાવેલ છે. પરંતુ શાળા દ્રારા સરકારની ગાઇડ લાઇનનું પાલન ન થતુ હોવાની ફરીયાદ ઉઠવા પામેલ છે. અને આગામી દિવસોમાં શાળાઓમાં સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવામાં નહી આવે તો કોરોનાનો વ્યાપ બાળકોમાં ફેલાય શકે તેવી સંભાવના નકારી શકાય નહીં. બીજી તરફ ગીરસોમનાથ જીલ્લા આરોગ્ય વિભાગ દ્રારા સમગ્ર જીલ્લામાં કોરોનાનો એકપણ કેઇસ ન હોવાનું જાહેર કરેલ છે. બીજી તરફ ગીરગઢડા તાલુકામાં બે શિક્ષકોને કોરોના પોઝિટીવ આવ્યા હોવાનું શિક્ષણ વિભાગે જણાવેલ…
બોક્ષ્ – આર.ટી.પી.સી.આર. પોઝીટીવ આવશે તો ઓમિક્રોન શંકાસ્પદ ગણાશે…
ગીરગઢડા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની બન્ને શાળામાં બે શિક્ષકોને કોરોના પોઝીટીવ આવતા હડકમ મચી જવા પામેલ છે. તેમજ બન્ને શિક્ષકોના આર.ટી.પી.સી.આર. રીપોર્ટ કરાવા લેબમાં મોકલેલ છે. અને એ રીપોર્ટ પોઝીટીવ આવશે તો ઓમિક્રોન શંકાસ્પદ ગણાશે. તેવું શિક્ષણ વિભાગ દ્રારા જણાવેલ છે.
