વડોદરા
યુનિવર્સિટીના આ નવા કેમ્પસનું લોકાર્પણ ૨થી ૩ મહિનામાં કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં હ્યુમન પર્ફોર્મન્સ લેબોરેટરી,ફિટનેસ ટેસ્ટિંગ લેબોરેટરી,ઇન્ફોર્મેશન કોમ્યુકેશન ટેક્નોલોજી લેબોરેટરી બનાવવામાં આવશે. ઇન્ડોર આઉટડોર સ્ટેડિયમ ધરાવતું કેમ્પસ તૈયાર થશે, જેમાં શારીરિક શિક્ષણ અને રમતને લગતા વિવિધ કોર્સ દ્વારા ખેલાડી,વિદ્યાર્થીઓ તથા કોચને શિક્ષણ, તાલીમ અને સંશોધનની તક પૂરી પાડવામાં આવશે. ઈન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં બાસ્કેટ હોલ, કબડ્ડી, બેડમિન્ટન, બોકસિંગ, હેન્ડ બોલ સહિતના કોર્ટ હશે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ઇન્ડોર સ્ટેડિયમમાં ૩૫૦ લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં ૪૫ ખેલાડીનો સીટિંગ એરિયા, કોચ રૂમ, સેમિનાર રૂમ, જિમ, ફૂડ સ્ટોલ, અને અલાયદો કેમેરા રૂમ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ યુનિવર્સિટીમાં ઓલિમ્પિક કક્ષાનો ૧૩૦૦ સ્ક્વેર મીટરનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. એ આંતરરાષ્ટ્રીય કક્ષા પ્રમાણે ૧૦ લેનનો હશે. જ્યારે ૧૬, ૨૮૦ સ્ક્વેર ફૂટમાં એડમિન ઓફિસ બનાવવામાં આવશે, જેમાં કેન્ટીન, ૫૨૫ની ક્ષમતા સાથેનું ઓડિટોરિયમ, પરીક્ષા વિભાગ, બોય્ઝ-ગર્લ્સ એક્ટિવિટી રૂમ તૈયાર કરવામાં આવશે. બોય્ઝ હોસ્ટેલના બે ફ્લોર ઉપર ૩૨ રૂમ બનાવવાનું આયોજન છે, જેમાં ૨૪૦ વિદ્યાર્થીરહી શકશે. સ્પોર્ટસ યુનિવર્સિટીના માધ્યમથી રમત-ગમતના પ્રશિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે તજજ્ઞ તૈયાર કરી શકાશે. રાજ્યની વિવિધ યુનિવર્સિટી સાથે સંકલન કરી સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટીની ગુજરાતમાં ‘સૌની યુનિવર્સિટી’ તરીકે ઓળખ ઊભી થશે. સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ૩ હજાર વિદ્યાર્થી અભ્યાસ કરી શકશે. યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓ ત્યાં રહીને જ અભ્યાસ કરવા માગે છે તેમના માટે હોસ્ટેલ ફેસિલિટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધા હશે. એમાં ૨૪૦ બોય્ઝ અને ૨૪૦ ગર્લ્સ રહી શકે એવી હોસ્ટેલ્સ તૈયાર કરવામાં આવશે. સ્પોર્ટ્સ એક્સપર્ટ તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે કોઇપણ રમત માટે વિદેશી કોચ પર ર્નિભર રહેવું નહીં પડે. આ ઉપરાંત રાજ્યભરની તમામ યુનિવર્સિટીઓ સાથે સંકલન કરીને સ્પોર્ટ્સ ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે. ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરીને અપડેટ કરાશે. સ્પોર્ટ્સમાં સાયન્ટિફિક નોલેજ પણ આપવામાં આવશે. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના તજજ્ઞો તૈયાર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ‘ફિટ ઇન્ડિયા વિઝન’નું સ્વપ્ન સાકાર કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ૮ વર્ષ પહેલાં આ સ્પોર્ટસ યુનિવર્સિટીનું સ્વપ્ન સેવ્યું હતું, જે હવે પૂરું થવાના આરે છે. આ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એપ્રિલ-૨૦૨૨માં જ તૈયાર કરી દેવાનું લક્ષ્ય છે, જેનું પીએમ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાત સ્પોર્ટ્સનું હબ બંને તે દિશામાં યુનિવર્સિટીનું યોગદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે. રાજ્યભરમાં વડોદરા સહિત પાંચ જેટલી જગ્યાઓ પર સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવશે, જેમાં દેવગઢ બારિયા, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર તથા વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ સેન્ટરો તૈયાર કરાશે, જેમાં વિવિધ રમતોનાં તજ્જ્ઞો તૈયાર કરવામાં આવશે, જેથી કોઇપણ રમત માટે વિદેશી કોચ પર ર્નિભર રહેવું નહીં પડે. વડોદરા ખાતેના સેન્ટરમાં નોન-રેસિડેન્શિયલ કોર્સ શરૂ કરાશે, જેમાં શૂટિંગનો સમાવેશ થશે. ૨૦ વિદ્યાર્થીનો સમાવેશ થશે. દેવગઢ બારિયા ખાતે હોસ્ટેલ અને કલાસરૂમ સહિતની વ્યવસ્થા સાથેનું સેન્ટર હશે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. આ બજેટમાં વડોદરા જિલ્લાના ડેસર ખાતે ૧૩૦ એકરમાં રાજ્યની પ્રથમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે વધુ ૧૦ કરોડ રૂપિયાની જાેગવાઇ કરી છે. હાલ ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, બાકીની ૧૦ ટકા કામગીરી વર્ષ ૨૦૨૨માં પૂર્ણ કરી દેવાશે. વિદ્યાર્થીઓ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસર, ડાયરેક્ટર કે ઇન્સ્ટ્રકટર તરીકેની કારકિર્દી બનાવી શકશે. આ ઉપરાંત સરકારી, અર્ધસરકારી, બિનસરકારી કે પ્રાઇવેટ સંસ્થા ખાતે રમતના કોચ, હેડકોચ કે ડિસ્ટ્રિક્ટ કોચ તરીકે કાર્ય કરી શકશે. ડેસર ખાતે ૧૩૦ એકરમાં બનનારી સ્પોર્ટ્સ યુનિવર્સિટી અદ્યતન સુવિધાસભર હશે. જેમાં ૩ હજાર વિદ્યાર્થી અભ્યાસ કરશે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના રહેવા માટે ઇન હાઉસ હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ હશે. ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સસિટીના કુલપતિ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે હાલ યુનિવર્સિટી પોતાના ગાંધીનગર કેમ્પસ ખાતે કાર્યરત છે. વડોદરા ડેસર ખાતના નવા કેમ્પસમાં એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ, મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, એથ્લેટિક ટ્રેક, સ્ટાફ ક્વાટર્સ જેવી અત્યાધુનિક ફેસિલિટી હશે.
