રાજકોટ
સડક પીપળીયા ગામ પાસે આવેલ આદિત્ય ફોર્જિંગની મજૂર કોલોનીમાં રહેતા બે શ્રમિક પરિવારોની ૩ અને ૫ વર્ષની બે માસુમ બાળકીઓ કોલોનીમાં રમી રહી હતી ત્યારે યુપીથી દીકરી જમાઈના ઘરે આવેલા ૫૫ વર્ષીય સાકિલરામ રામસીધાર નારણપરાને વાસનાનું ભૂત ચડ્યું હોય તેમ માસુમ બાળાઓને પ્રસાદી અને મીઠાઈ આપવાનું જણાવી સાથે લઈ ગયો હતો. બાદમાં બન્ને બાળાઓ સાથે અડપલા કર્યા હતા. આરોપી અને ફરિયાદી મજૂર કોલોનીમાં ઉપર અને નીચેના માળે રહેતા હોય રોજિંદા એકબીજાના સંપર્કમાં આવતા હતા તેમજ રોજિંદા બાળાઓ સાથે વાતચીત કરી બાળાના વાલીઓનો વિશ્વાસ મેળવ્યો હતો આ બનાવ અંગે ૫ વર્ષની બાળાએ તેના માતા-પિતાને સઘળી હકીકત જણાવતા માતા-પિતાના પગ તળેની જમીન સરકી જવા પામી હતી. સમગ્ર મામલો કોલોનીની ઓફિસમાં પહોંચ્યા હતા. અને સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા તેમાં પણ પ્રૌઢ દ્વારા માસુમ બાળાઓને અડપલા કર્યાનું સામે આવ્યું હતું. જેથી બાળાઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.પરમાર સહિતનો પોલીસ કાફલો રાજકોટ હોસ્પિટલે દોડી ગયો હતો અને માસૂમ બાળાઓના માતા-પિતાની ફરિયાદ લઇ આરોપી વિરોધ આઈપીસી કલમ ૩૭૬ ૩૫૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ગોંડલમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલ સડક પીપળીયા ગામ પાસેની ઔદ્યોગિક વસાહતની મજૂર કોલોનીમાં દીકરીના ઘરે આવેલા ૫૫ વર્ષીય પ્રૌઢે પાડોશમાં રહેતી ૩ અને ૫ વર્ષની બે માસૂમ બાળાઓ સાથે અડપલા કરતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ બન્ને બાળાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તેના વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


