Gujarat

ગોંડલ જેલમાં કાચથી હાથમાં છરકા મારી ચાર કેદીનો કર્યો આપઘાતનો પ્રયાસ

ગોંડલ
હંમેશા ચર્ચામાં રહેતી ગોંડલની સબજેલમાં કાચા કામના ચાર કેદીએ કાચથી હાથ ઉપર છરકા મારતાં ચારેયને લોહીલુહાણ હાલતમા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.એક જેલ સહાયકની કનડગતથી પગલુ ભર્યાનુ જાણવા મળ્યું હતુ.પ્રાપ્ત વિગતો મુજબ, સબજેલમાં કાચા કામનાં કેદી તરીકે યાર્ડ નં.૧ બેરેક નંબર બેમાં રહેલા શરદ દિલીપભાઈ ભરખડા, અશ્વિન વાલજી ધુડા અને સમીર ફીરોઝ શાહમદારે બપોરે હાથમા કાચ વડે કાપા કરતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.જયારે ટીપુ ઉર્ફ સુલતાન જાનમહમદને પથરીનો દુખાવો હોય હોસ્પિટલે લઇ જવાતા હોસ્પિટલના બાથરુમમાં બારીનો કાચ તોડી હાથ ઉપર કાપા મારતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. સબજેલ ની બનેલી ઘટના અંગે અધિક્ષક ગમારાએ જણાવ્યુ કે બપોરે મને આ ઘટનાની જાણ થતાં હુ તુરંત જેલ પર પહોંચી ગયો હતો અને કેદીઓને હોસ્પિટલ લઈ ગયો હતો.કેદીઓએ જેલના જ એક કર્મચારી પર ત્રાસ ગુજાર્યાનો આક્ષેપ કરી પગલુ ભર્યાનું અધ્યક્ષ ગમારાએ જણાવ્યુ હતું. આત્મહત્યાનો પ્રયાસ કરનાર ટીપુ ઉર્ફ સુલતાન આટકોટનો છે.ધોરાજીમાં તેની પ્રેમીકાના નાક, કાન, કાપી નાખવા અંગે કલમ ૩૦૭ અન્વયે ગુનો નોંધાયો હોય ગોંડલ સબજેલમાં છે.જ્યારે શરદ ભરખડા દારુની હેરાફેરી અંગે જેલમાં સજા ભોગવી રહ્યો છે.અશ્વિન ઘુડા શાપરનો છે.કારખાનેદાર પાસે ખંડણી માંગવા અંગે જેલમાં છે અને સમીર શાહમદાર ગોંડલ આવાસ ક્વાર્ટરમા દેવીપુજકની હત્યા અંગે જેલમાં સજા કાપી રહ્યો છે. જેલ પ્રશાસન પર દબાણ આપવા જેલમા અવારનવાર આવા સ્ટંટ થતા રહે છે.આ અગાઉ અધિક્ષક વ્યાસ ના સમયમાં પણ કેદીઓએ આત્મહત્યાના પ્રયાસો કર્યા હતા.સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેલના કર્મચારીઓએ આ ચારેય કેદીઓ વિરુદ્ધ છેક જેલ વિભાગના આઇજી સુધી અરજી કરી છે ત્યારે આ ઘટનામાં ખરેખર સત્ય શું છે એ તપાસનો વિષય બની ગયો છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *