ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગારીયાધાર ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ દિવ્યેશ ચાવડા ના નેતૃત્વ માં એસ.સી., એસ. ટી.,ઓબીસી,સમાજ ના આગેવાનો ની હાજરી માં આવેદન પત્ર આપવામાં આવ્યું અને આવેદનમાં ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ઓબીસી માટેની ૧૦% અનામત હટાવવાનો નિર્ણય પરત ખેંચવા આવેદનપત્ર આપી અને માત્ર ગ્રામ પંચાયત નહી પરંતુ સ્થાનિક સ્વરાજય ની ચુંટણીઓ માં માત્ર ૧૦ % નહી OBC ની વસ્તી મુજબ ૫૪% પ્રતિનિધિત્વ આપવા અને લોકશાહી મુજબ જેની જેટલી વસ્તી તેની તેટલી ભાગીદારી એ નિયમ નું પાલન કરવા માંગ કરી હતી અને મંગની સંતોષવામાં નહિ આવે તો OBC સમજોના હક અધિકાર જતન અને ન્યાય માટે આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે આવેદન પત્ર આપવા માં અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા, એસ એસ ઓ મહાસંઘ ના તાલુકા પ્રમુખ દિનેશભાઈ વણઝારા , સમાજ અગ્રણી નટુભાઈ ભાલીયા, જગદીશભાઈ રંગપરા , સુરેશભાઈ બારૈયા, ધર્મેશભાઈ ભાલીયા , જગદીશભાઈ મકવાણા , મનસુખભાઈ મકવાણા, સંજયભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


