પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દારા રાજયના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ કરારી કેદીઓ આરોપીઓ પકડવા અંગેની ડ્રાઈવ ચાલતી હોય જે અંગે ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ ઘાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને ડીએમ વસાવા પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે તેના ઘરે બરોલી ખાતેથી નસવાડી પોલીસ સ્ટેશન ફોજદારી સી.સી.નંબર ૫૯૭/૧૯૯૨ ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૩૪ ૪૧૧ મુજબના કામે છોટાઉદેપુર સબ જેલમાં કાચા કામના કેદીને વચગાળા જામીન ઉપરથી નાસતો ફરતો જેલ ફરારી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


