Gujarat

છોટાઉદેપુરમાં જિલ્લા ચૂંટણી શાખા દ્વારા ઈ.વી.એમ. વેરહાઉસ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ.  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શુશ્રી સ્તુતિ  ચારણની વિશેષ ઉપસ્થિતિમાં    કરાઈ ઉજવણી.

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી શાખા દ્વારા 5મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સવારે ૧૦ કલાકે ઓરસંગ નદીના કિનારે ઈ.વી.એમ. વેરહાઉસ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી સ્તુતિ ચારણની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી ને ઉજવણી કરવામાં આવી હતી.  કાર્યક્રમમાં ઈન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી  અને બોડેલી પ્રાંત અધિકારીશ્રી ઉમેશભાઈ શાહ, છોટાઉદેપુર પરિક્ષેત્ર વન અધિકારીશ્રી શર્મીલાબેન રાઠવા, પાવીજેતપુર પરિક્ષેત્ર વન અધિકારીશ્રી વી.પી. સોલંકી સહિત જિલ્લા ચૂંટણી શાખા અને છોટાઉદેપુર વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં છોટાઉદેપુર વનવિભાગ દ્વારા કલેક્ટરશ્રીનું બુકે આપી સ્વાગત કર્યું હતું. પાવીજેતપુર પરિક્ષેત્ર વન અધિકારીશ્રી વી.પી.સોલંકીએ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણનું મહત્વ સમજાવતા જણાવ્યું કે,વર્તમાન આબોહવા પરિવર્તનના સમયમાં દુનિયા આખી ઝઝૂમી રહી છે. જેથી પર્યાવરણની સુરક્ષા કરવી આપણા સૌની પ્રાથમિક ફરજ બની જાય છે. વૃક્ષારોપણની અગત્યતા અને પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવામાં સાથે મળીને આગળ વધવું પડશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને સૌએ સંપૂર્ણ જાકારો આપી પર્યાવરણની સુરક્ષામાં સહભાગી થવું એ વર્તમાન સમયની માંગ છે. છોટાઉદેપુર પરિક્ષેત્ર વન અધિકારીશ્રી શર્મીલાબેન રાઠવાએ કાર્યક્રમ સફળ બનાવવામાં કલેકટરશ્રી સહિત સહભાગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટરશ્રી અને પત્રકારગણ સહિત સૌ હાજર અધિકારીઓ અને કર્મચારીગણે વૃક્ષારોપણ કર્યું
જિલ્લા ચૂંટણી શાખા દ્વારા ઈ.વી.એમ. વેરહાઉસ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220605-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *