Gujarat

માંગરોળ,,, માંગરોળ શ્રીજલારામ મંદિર ખાતે શ્રીરણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી વિના મૂલ્યે નેત્ર કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યું…

માંગરોળ શ્રીજલારામ મંદિર ખાતે શ્રીજલારામ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી વિનામુલ્યે નેત્ર કેમ્પ યોજાયો. કેમ્પમા આવેલા તમામ દર્દીઓ માટે ચા પાણી અને ભોજન પ્રસાદી ની વ્યવસ્થા શ્રીજલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ નેત્ર કેમ્પ મા રાજકોટના ડોકટર જાનીસાહેબ દ્વારા સેવા આપી ૨૭૫ જેટલા આંખના દર્દીઓ ની સંતોષકારક તપાસ કરી તેમાંથી મોતીયાના ઓપરેશનની જરૂરિયાત વાળા ૫૨ (બાવન) દર્દીઓને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખ ની હોસ્પિટલ રાજકોટ ખાતે તેમની સંસ્થાની જ બસમા લઈ જવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ફોકો મશીન દ્વારા ઓપરેશન કરવા મા આવેછે તેમજ નેત્રમણી પણ બેસાડી આપવામાં આવે છે ઓપરેશન બાદ તમામ દર્દીઓ ને કેમ્પના સ્થળે માંગરોળ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફ થી કરવામાં આવેછે. માંગરોળમાં અનેક વર્ષોથી શ્રીજલારામ મંદિરે વિના મુલ્યે નેત્ર કેમ્પ મહીના ની દર ત્રણ તારીખે યોજાય છે જેમા કોઈ પણ નાત જાત ના ભેદભાવ વિના માંગરોળ સહિત તાલુકા ભરના અનેક આંખ ના દર્દીઓને લાભ મળી રહ્યો છે. કેમ્પ ની વ્યવસ્થામા  માંગરોળના અનેક સેવાભાવી લોકો શ્રીજલારામ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી નિતીનભાઈ સિરોદરિયા (બટુકભાઈ) ના માર્ગદર્શન હેઠળ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220604-WA0131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *