છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા શિક્ષક સંઘની સમય અવધિ પૂર્ણ થતાં આગામી 10 મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના નિયત સમય બાદ વિવાદ સર્જાયો છે, નસવાડી તાલુકા સંઘની ચૂંટણીમાં ગુલાબ પેનલ અને મશાલ પેનલ આમ બે પેનલના ઉમેદવારોએ વિવિધ હોદ્દાઓ માટે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા,જેમાં ગુલાબ પેનલના ચાર ઉમેદવારોએ બબ્બે હોદ્દાઓ ઉપર ઉમેદવારી પત્રો ભર્યા હતા ,જોકે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્વે એક એક ઉમેદવારી પરત ખેંચી માત્ર એક હોદ્દા ઉપર ઉમેદવારી યથાવત રાખી હતી ,પરંતુ ઉમેદવારી પરત ખેંચવાના સમય પૂર્વે પ્રતિસ્પર્ધી મશાલ પેનલના ઉમેદવારોએ ચૂંટણી જાહેરનામાના નિયમ નમ્બર 12 માં કોઈપણ ઉમેદવાર જિલ્લા અને તાલુકા પૈકી કોઈપણ એક જગ્યાએ ઉમેદવારી કરી શકે તે આધારે ગુલાબ પેનલના ચાર ઉમેદવારોએ તાલુકાના બબ્બે હોદ્દા માટે ઉમેદવારી પત્ર ભર્યા હોઈ રદ કરવાની વાંધા અરજી તાલુકા ચૂંટણી અધિકારીને આપતા સમગ્ર મામલે વિવાદ સર્જાયો હતો,અને તાલુકા ચૂંટણી અધિકારીએ ગુલાબ પેનલના ચારેય ઉમેદવારોના ફોર્મ રદ કરી દીધા હતા,ત્યારબાદ ગુલાબ પેનલના ઉમેદવારો છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ,જિલ્લા પંચાયત પ્રમુખ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને રજુઆત કરવા પહોંચ્યા હતા,બીજીતરફ તાલુકા ચૂંટણી અધિકારીએ રાજીનામુ આપી દીધું હતું,જેને લઈ મામલો જિલ્લા ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યો હતો, બન્ને પેનલના આગેવાનોએ જિલ્લા ચૂંટણી અધિકારીને પોતાની રજુઆત કરી હતી ત્યારે બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ તાલુકા ચૂંટણી અધિકારીના નિર્ણયને યથાવત રાખી આખરી નિર્ણય જાહેર કરી ગુલાબ પેનલના પ્રમુખ ,ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રી ના ઉમેદવારોના ફોર્મ રદ જાહેર કરી મશાલ પેનલના ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા છે,ઉલ્લેખનીય છે કે ચૂંટણીના નિયમ નમ્બર 12 મુજબ કોઈપણ ઉમેદવાર જિલ્લા અથવા તાલુકા પૈકી કોઈપણ એક જગ્યાએ ઉમેદવારી કરી શકશે,તે નિયમનો ક્યાંય ઉલ્લંઘન ના થયેલ હોવા છતાં તાલુકા ચૂંટણી અધિકારી એ લીધેલા નિર્ણય ને ગુલાબ પેનલના હોદ્દેદારોએ એક તરફી અને દબાણ મા આવીને નિર્ણય લીધો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
