Gujarat

છોટાઉદેપુર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ સેમિનાર 2022 જિલ્લા કક્ષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર અને એસ એફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ -22/09/2022 ના દિવસે જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર 2022નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાની અલગ અલગ શાળાના બાળકો એ આપેલ વિષય :”સતત વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન : પડકારો અને સંભાવના “ ઉપર વક્તવ્ય દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી અને શાળાના આચાર્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ના વિજેતાઓને મુખ્ય મહેમાનોના હસ્તે ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય ક્રમના વિદ્યાર્થી આગામી સમયમાં રાજ્ય કક્ષા એ ભાગ લઇ પોતાના વિચારો રજૂ કરશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220923-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *