Gujarat

છોટાઉદેપુર તાલુકાના મલાજા અને અત્રોલી  પી. એચ. સી. ખાતે મેડિકલ ઓફિસર ડી. ટી. સી. છોટાઉદેપુર ના  ડૉ. કુલદીપ શર્મા  તેમજ  જિલ્લા ક્ષય  અઘિકારીશ્રી ડૉ. ભરતસિંહ ચૌહાણ ના અઘ્યક્ષ સ્થાને તેમજ  રાયસિંગપુરા  પી.એચ. સી. ખાતે ડો. નિશાબેન રાઠવા ના અઘ્યક્ષ સ્થાન હેઠળ  મનુસૃષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ ના સંચાલક  ચંદ્રશેખરભાઈ રાવ ના સહયોગથી તેમજ ઓ. એન. જી. સી. તરફથી મળેલ પોષ્ટિક આહાર કીટનું વિતરણ જરૂરિયાતમંદ  ટી.બી. પેશન્ટ ને કરવામાં આવ્યું. 

છોટાઉદેપુર જિલ્લા કલેકટર  ચારણ ના નેતૃત્ત્વ હેઠળ અને જિલ્લા  વિકાસ અધિકારી  ના સહયોગથી અને જિલ્લા ક્ષય અધિકારી છોટાઉદેપુરના ડો. ભરતસિંહ ચૌહાણ. ના માર્ગ દર્શનથી દરેક  ટી.બી. ના  જરૂરીયાતમંદ દર્દી ને પોષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
      હાલમાં  મનુસૃષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ ના સંચાલક  ચંદ્રશેખરભાઈ રાવ ના સહયોગથી ઓ. એન. જી. સી. તરફથી છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૭૦૦  કીટ ફાળવણી કરવામાં આવી છે.
      વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવેલ આહવાન કે  દેશ માંથી ૨૦૨૫ ના વર્ષ સુધીમાં ટી.બી. રોગ નાબૂદી માટે ટી.બી.ના દર્દીને હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર ઉપરાંત પોષ્ટિક આહાર ની કમીના કારણે દવાઓની અસર ઓછી થવાથી શક્યતા રહે છે  તે માટે દરેક જરૂરિયતમંદ ટીબી ના દર્દીને પોષ્ટિક આહાર કીટ આપવા સમાજમાં સ્વેચ્છિક સંસ્થાઓ, એન. જી. ઓ., દાતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સમાજસેવકો સરપંચો, સભ્યો, ને આગળ આવવા અપિલ કરી છે અને ટીબી ના દર્દીને રોગમુક્ત કરવા સહાયરૂપ  થવા આહવાન આપેલ છે.
   જેના અનુંધાનમાં છોટાઉદેપુર ખાતે શરુઆત  તા.૪/૮/૨૦૨૨  ના રોજથી મહિલા નેતૃત્ત્વ દિનની ઉજવણીના ભાગ રૂપે મનુસૃષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ ના સંચાલક  ચંદ્રશેખરભાઈ રાવ તરફથી મળેલ કીટ જરૂરિયાતમંદ મહિલા ટી.બી. પેશન્ટ ને પોષ્ટીક આહાર કીટ નુ  જિલ્લા પંચાયત છોટાઉદેપુર ના સભાખંડમાં  છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી તથા  જિલ્લા પંચાયતના પ્રમુખના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
    હાલમાં છોટાઉદેપુર જિલ્લાનાં દરેક તાલુકામાં દરેક પી.એચ.સી.ખાતે  પોષ્ટિક આહાર કીટનું  જરૂરીયાતમંદ ટી.બી. પેશન્ટને   વિતરણ કરવામાં આવી રહ્યું છે.
     જેના   અનુસંધાનમાં  આજ રોજ પી.એચ.સી. મલાજા ખાતે એક મિટિંગ કરવામાં આવી તેમાં ટીબી પેશન્ટ સાથે આશાબેહનો આરોગ્યના સ્ટાફ  સહિત પોષ્ટિક આહાર  કીટ નું મહત્વ સમજાવી જરૂરીયાતમંદ ટી.બી.પેશન્ટ ને ડો. કુલદિપ શર્મા તથા ડૉ. ભરતસિંહ ચૌહાણના  વરદ હસ્તે  વિતરણ કરવામાં આવ્યું. એવી જ રીતે રાયસિંગપૂરા  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ખાતે ડૉ. નિશાબેન રાઠવાના વરદ હસ્તે પોષ્ટિક આહાર કિટ નું વિતરણ કરવામાં આવ્યું.
      છોટાઉદેપુર જિલ્લા ક્ષય અઘિકારી  ડૉ. ભરતસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ટીબી ના દર્દીને નિશુલ્ક સારવાર ની સાથે પોષ્ટિક આહાર મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેલા છે તેમજ સમાજમાં છૂપાયેલા ટીબી ના દર્દીને શોધીને સારવાર પર મૂકવા જેવાં કે બે અઠવડિયાથી ખાંસી, વજન ઘટવું, ગળફા માં લોહી આવવું, છાતીમાં દુઃખાવો,થાક લાગવો, રાત્રે પરસેવો થવો વિગેરે લક્ષણો ધરાવતાં દર્દીને નજીકના સરકારી દવાખાનામાં મોકલવા અને ગળફાની તપાસ કરાવવી એમ જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220823-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *