વિક્રમ સાખટ રાજુલા
કુલ સાત આરોપી સહીત ત્રણ પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા……
જાફરાબાદ તાલુકાના ફાચરિયા ગામે જુગાર રમતા જુગારીઓ પર નાગેશ્રી પોલીસે રેડ કરતા કુલ સાત આરોપી પકડી પાડયા હતા આરોપીઓને પકડીને નાગેશ્રીપોલીસ મથકે લઈ આવતી વખતે જીકાદરી અને દુધાળા ગામ વચ્ચે પોલીસ વાહન બોલેરોને અકસ્માત સર્જાયો હતો….
જેમાં કુલ 10 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી આ આ બનાવની જાણ નાગેશ્રી પોલીસ ને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી તમામને અન્ય વાહનમાં રાજુલા સિવિલ ખાતે લઈ આવ્યા હતા જેમાં સાત આરોપી સહિત ત્રણ પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા જેમાં પોલીસ કર્મી બાબુભાઈ નથુભાઈ મકવાણા પોલીસ કોન્સ્ટેબલ નાગેશ્રી ઉંમર વર્ષ આશરે 50 સાગરભાઇ ધનસુખભાઈ ભટ્ટ પોલીસ કોન્સ્ટેબલ નાગેશ્રી ઉંમર વર્ષ આશરે ૩૩ રાજુભાઈ ધોહાભાઈ મોરી પોલીસ કોન્સ્ટેબલ નાગેશ્રી ઉંમર વર્ષ આશરે ૨૫ જ્યારે આરોપીઓમાં કિશોરભાઈ રામભાઈ ચૌહાણ ઉર્ફે કિશન ગામ રાયડી ઉંમર વર્ષ આશરે ૩૭ નિલેશભાઈ ઘનશ્યામભાઈ જોશી ગામ રાજુલા ઉંમર વર્ષ આશરે તેવીસ રણજીતભાઈ જગુભાઈ ગામ વડલી ઉંમર વર્ષ આશરે ૨૨ સલીમખાન ઈસ્માઈલ ખાન પઠાણ ગામ રાજુલા ઉંમર વર્ષ આશરે ૨૫ કનુભાઈ બચુભાઈ પરમાર ગામ રાજુલા ઉંમર વર્ષ આશરે ૨૦ સલીમભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ ગામ કડીયાળી ઉંમર વર્ષ આશરે ૩૬ મલિક સિરાજભાઈ મોહમ્મદભાઈ ગામ જાફરાબાદ ઉંમર વર્ષ આશરે ૩૮ જેઓને અકસ્માત બાદ પ્રથમ સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જેમાં કુલ ત્રણ ઇજાગ્રસ્ત વ્યક્તિ તેમાં રાજુભાઈ પોલીસ કોન્સ્ટેબલ તેમજ બે આરોપી સલીમ બ્લોચ અને મલિક સિરાજ ને નાની મોટી ઈજા થતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જ્યારે અન્ય સાત વ્યક્તિ બાબુભાઈ પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઇ પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય પાંચ આરોપી કિશોરભાઈ ઉર્ફે કિશન નીલેશ જોષી રણજીત જગુભાઈ સલીમ ખાન ઈસ્માઈલ ખાન કનુભાઈ બચુભાઈ સહિતને રાજુલા સિવિલમાંથી રાજુલાના કાશી કાશીબા પ્રાઇવેટ હોસ્પિટલ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ જેમાં કાશીબા હોસ્પિટલ ના ડોક્ટર સ્ટાફને કિશોરભાઈ ઉર્ફે કિશન ની આંખ કાન અને માથાના ભાગે ગંભીર ઈજા જણાતા તેમને મહુવા પોલીસ કર્મી સાથે રીફર કરવામાં આવેલ આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ કર્મચારીઓ દવાખાને દોડી ગયા હતા તેમજ અહીંના આરોપીઓના સગા સંબંધીઓ ટોળે વળ્યા હતા….


