જામનગર
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક આઇપીએસ અધિકારી આશિષ ભાટિયા દ્વારા તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટરૂ, તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાય સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જામનગર જિલ્લાના જાેડિયા તાલુકાના બાદનપર ગામની નદીના વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં સ્ટેટ મોનીટરીંગ સેલને સામુહિક રીતે દરોડા પાડવા માટેની સુચના આપવામાં આવી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જાેડિયા તાલુકાના બાદનપર ગામની સીમમાં ઊંડ-૨ નદીના કિનારે દરોડા પાડયા હતા.જેમા જુદા જુદા સ્થળોએ બે લોડર મશીનો દ્વારા ડમ્પર તેમજ ટ્રેક્ટર માં સરકારી જગ્યા માંથી રેતી ભેગી કરીને કોઈપણ પ્રકારની ખાણ ખનીજ વિભાગની લીઝ ની મંજૂરી વગર બેફામ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે માહિતીના આધારે સ્થળ પરથી ૨ લોડર મશીન, ૭ ડમ્પર જેમાં એકમાં ચોરાઉ રેતી ભરેલી હતી. તે ઉપરાંત ચાર ટ્રેક્ટર, જેમાં એક ટ્રેક્ટરમાં રેતી ભરેલી હતી. તેમજ મોટરસાયકલ, એન્જિન ઓઇલ મશીન, મળી કુલ ૨,૩૪,૪૯,૫૦૫ ની માલ મત્તા કબજે કરી લેવામાં આવી હતી, અને જાેડીયા પોલીસ મથકમાં સુપરત કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીને લઇને અને ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે. જાેડીયાના કુન્નડ ગામમાં ખનીજ ચોરી પર વિજીલન્સનો દરોડો પડ્યા બાદ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ જાેડીયા પી.એસ.આઇ ડી.પી. ચુડાસમાને જામનગરમાં સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે અને સીટી-એ ડિવિઝન ના પી.એસ.આઇ કે.આર.સિસોદિયા ની જાેડીયા ખાતે મુકવામાં આવ્યા છેજામનગર જિલ્લાના જાેડિયા તાલુકાના બાદનપર ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનીજ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેથી ખનીજચોરોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સ્થળ પરથી જેસીબી મશીનો, ડમ્પર, લોડર મશીન, ખનીજ ચોરી કરેલા વાહનો, વગેરે સહિત ૨.૩૪ કરોડની માલમતા કબજે કરી લેવામાં આવી છે, અને જાેડીયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે.
