Gujarat

જામનગર જિલ્લાના તાલુકાઓ માટે કેરોસીનનાં નવાભાવો નિયત કરાયા

 

જામનગર તા.૧૦ફેબ્રુઆરી, સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગના તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૨નાં પત્રથી સુચિત થયા મુજબ કેરોસીનના કચ્છ જિલ્લાના કંડલા સપ્લાય પોઇન્ટના નવા ભાવો નિયત કરવામાં આવેલ છે. જે મુજબ જામનગર જિલ્લામાં કેરોસીનના નવા ભાવો બાંધવામાં આવેલ છે.

જે મુજબ જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં એજન્ટ/જથ્થાબંધ વિક્રેતાએ વેચાણ કરવાનો એક કિલો લીટરનો ભાવ રૂ.પૈસાઅને છુટક વિક્રેતા/વાજબી ભાવના દુકાનદાર/ફેરિયાએ વેચાણ કરવાનો છુટક એક લીટરનો ભાવ રૂ.પૈસા જામનગર તાલુકામાં અનુક્રમે ૫૬૦૩૧.૩૦  અને ૫૭.૧૦,લાલપુર તાલુકામાં અનુક્રમે૫૬૩૬૪.૭૮ અને ૫૭.૪૦, ધ્રોલતાલુકામાં અનુક્રમે૫૫૬૯૭.૮૨ અને ૫૬.૭૫, જોડિયાતાલુકામાં અનુક્રમે ૫૫૫૭૨.૭૬ અને ૫૬.૬૦, કાલાવડતાલુકામાં અનુક્રમે૫૬૧૧૪.૬૭ અને ૫૭.૧૫ તેમજ જામજોધપુરતાલુકામાં અનુક્રમે૫૬૬૯૮.૨૬ અને ૫૭.૭૫ ભાવ નિયત કરવામાં આવેલ છે,જેની જાહેર જનતા તથા સંબંધિતશ્રીઓએ નોંધ લેવી.

નકકી કરેલ ભાવથી વધુ ભાવ લેવામાં આવવાનો કિસ્‍સો ધ્‍યાને આવશે તો સંબંધકર્તા સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશેતેમ કલેકટરશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *