Gujarat

જામનગર જિલ્લામાં નોંધાયેલા ૧૩૮૧૭૬ ગાય વર્ગના પશુઓ પૈકી ૭૫% પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું  

જામનગર જિલ્લાના ૪૧૭ ગામડામાં ગાય વર્ગના પશુધનની અંદાજીત સંખ્યા ૧૩૮૧૭૬ છે તે પૈકી હાલની સ્થિતિએ આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સંખ્યા ૫૦૪૫ છે. જે તમામ પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં નોંધાયેલા ૧૩૮૧૭૬ ગાય વર્ગના પશુઓ પૈકી ૧૦૩૬૧૦ પશુઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે. આમ જામનગર જિલ્લામાં 75%  પશુઓને લમ્પી રોગ વિરોધી રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. જે બદલ જામનગર તાલુકાના આલિયા ગામે રહેતા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. 

અમારા ગામમાં બે વખત વેક્સીનેશન કેમ્પ થયેલ છે : મહેશભાઈ મકવાણા (અલિયા ગામના ઉપસરંચ) 

જામનગર તાલુકાના આલિયા ગામે રહેતા ઉપ સરપંચ મહેશભાઈ મકવાણા જણાવે છે કે અમારા ગામમાં કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈનાં પ્રયાસોથી બે વખત વેક્સિનેશન કેમ્પ થયેલ છે. તેમજ લમ્પી વાયરસને લઈને કેન્દ્ર માંથી પણ ટીમ આવી હતી અને પશુપાલકોએ લમ્પી રોગથી બચાવવા પશુઓની સારવાર કઈ રીતે કરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અને પશુઓની એમ્બ્યુલન્સ મારફતે સારવાર પણ કરવામાં આવી રહી છે. તે બદલ હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સરકારનો આભાર વ્યક્ત કરું છું. 

સરકારે લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા કરેલ કામગીરીથી પશુઓમાં ફેલાયેલો રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે : મનોજભાઈ ચાવડિયા (પશુપાલક) 

જામનગર તાલુકાના આલિયા ગામે રહેતા પશુપાલક મનોજભાઈ ચાવડિયા જણાવે છે કે સરકાર દ્વારા લમ્પી રોગચાળાને કાબૂમાં લેવા માટે વેક્સીનેશનની કામગીરી થઇ રહી છે તેના પરિણામે રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે. અને હવે નહિવત્ કેસ આવી રહ્યા છે તેમજ મોટા ભાગના પશુઓનું રસીકરણ થઈ ગયું છે. કૃષિ મંત્રીશ્રી પણ લમ્પી વાયરસ સંક્રમિત ગૌધનની યોગ્ય સારવાર થાય તે માટે ગામડાઓની મુલાકાત લે છે.

લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા સરકાર દ્વારા થઈ રહેલ કામગીરી બદલ આભાર માનતા જામનગર જિલ્લાના પશુપાલકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *