Gujarat

જિલ્લાના ખેડૂતો એગ્રી બિઝનેસ સેન્ટર અંગેની સહાય મેળવવા આગામી તા. ૨૭ ઓકટોબર સુધી અરજી કરી શકશે

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં નીચે દર્શાવેલ વેબસાઈટ મુજબના તાલુકાઓમાં ખેડૂતોને સમયસર, ઉચ્ચ ગુણવત્તાયુક્ત રાસાયણિક ખાતર, જૈવિક ખાતર અને જંતુનાશક દવાઓ જેવા એગ્રો ઇનપુટના વેચાણ અને સરકાર દ્વારા યોજનાકીય કામગીરીના હેતુસર નવીન એ.બી.સી.ના લાયસન્સ આપવા અને નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા બાબતે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર-૧૯૮૫ અને પેસ્ટિસાઇડ એક્ટ મુજબ જરૂરી લાયકાત ધરાવતા અરજદારોની અરજી આવકાર્ય છે. અરજી પત્રક નિગમના જિલ્લા કક્ષાના એગ્રો સર્વિસ સેન્ટર ખાતેથી તેમજ નિગમની વડી કચેરી, ગાંધીનગર ખાતેથી કચેરી સમય દરમિયાન, તેમજ નિગમની વેબસાઈટ www.gaic.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરીને મેળવીને આગામી તા. ૨૭ ઓકટોબર સુધીમાં જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ફોન નં. ૭૨૨૮૦૮૨૨૦૦ પર સંપર્ક કરી શકાશે, તેમ સેન્ટર ઇન્ચાર્જશ્રી, જી.એ.આઇ.સી.લી.જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *