Gujarat

કઠલાલ માં હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા મામલતદાર કચેરી અને પોલીસ મથકે આવેદન પત્ર આપવામા આવ્યુ.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા માં હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા મામલતદાર કચેરી અને કઠલાલ પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યુ. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે નવરાત્રી અને વિજયાદશમી ના દિવસો દરમ્યાન તેમજ ફાગવેલ ભાથીજી મહારાજના દિવાળીના મેળાના સમય દરમ્યાન માંસ, મટન ની દુકાનો બંધ કરાવવામા આવે તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.હિંદુ ધર્મ રક્ષક સેના ના ખેડા જિલ્લા પ્રમુખ સુરેશભાઈ વાઘેલા, કઠલાલ તાલુકા પ્રમુખ વિજયસિંહ સોઢા પરમાર અને કઠલાલ તાલુકા મહામંત્રી પરાગભાઇ રાઠોડ, દિપકભાઈ ડાભી,લાલસિંહભાઈ અને જિલ્લા તેમજ તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતુ.

IMG-20220927-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *