Gujarat

જિલ્લાના સૌથી મોટા પ્રસ્તુતિ ગ્રુહ ગણાતા જબુગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં દવાઓનો અભાવ   દર્દીઓ હજારો રૂપિયા ખર્ચીને બહારથી દવા લાવવા મજબૂર

સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ કે જેમા મફત  સારવાર આપવામાં આવે છે  જે ખાનગી હોસ્પિટલો માં પણ વિનામૂલ્યે સારવાર થઈ રહી છે ત્યારે બીજી બાજુ જે સરકારી દવાખાનું છે ત્યાં જ દર્દીઓને પૈસા ખર્ચવાનો વારો આવી રહ્યો
છોટાઉદેપુર જિલ્લા સહિત પંચમહાલ, દાહોદ, નર્મદા, જિલ્લા તેમજ મઘ્ય પ્રદેશ ના  સૌથી વધુ દર્દી જે હોસ્પિટલ માં સારવાર અર્થે આવે છે તે બોડેલી તાલુકાના જબુગામ ના CHC હોસ્પિટલ માં દવાઓનો અભાવ ગાયનેક ડોક્ટર દ્વારા સીઝર માટે અંદાજીત રૂ.3 હજાર કરતા વધુ ની દવા ગોળી વગેરે સામાન બહારથી લખી આપવામાં આવે છે જેને કારણે આસપાસના આદિવાસી વિસ્તારના લોકો ને ખૂબ જ મુશ્કેલીમાં મુકવાનો વારો આવી રહ્યો છે
પૈસાના અભાવના કારણે ગરીબ જનતા સરકારી હોસ્પિટલમાં જવું પસંદ કરે છે અને તેમાં વળી સરકારી હોસ્પિટલમાં પણ રૂ.3 હજાર કરતા વધુનો નો ખર્ચ થાય તો આદીવાસી,ગરીબ અને મધ્યમ વર્ગ ની જનતા દર્દી ને લઈ જાય ક્યાં એ એક મોટો સવાલ છે
   આ અંગે ત્યાંના ડોક્ટર સાથે વાતચિત કરતા તેઓએ જણાવ્યું હતું કે દવાઓ ના અભાવ ને કારણે માત્ર સીઝર વાળા દર્દીઓ પાસે બહાર થી દવા મંગાવવા માં આવે છે
    હૉસ્પિટલ માં 4 ડોકટરોનું હોવા જોઈએ તેની સામે એક ગાયનેક છે અને  આમ ડોકટરો નો પણ અભાવ છે અને આઠ નર્સ ના મહેકમ સામે માત્ર છ નર્શ છે તે પણ આ હૉસ્પિટલ માટે એક મોટો પ્રશ્ન છે
    અહી દર મહિને  100 કરતાં વધુ ડિલિવરી ના દર્દીઓ નોંધાય છે 30 બેડ છે તેની કરતા ડબલ દર્દીઓ દાખલ થાય છે એ પણ એક મોટો પ્રશ્ન છે
      ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી જે વિસ્તારના પ્રભારી મંત્રી છે તેવા આદિવાસી છોટાઉદેપુર જિલ્લા ની  હોસ્પિટલો માં દવાઓનો અભાવ હોવાથી હજારો રૂપિયા ખર્ચી ગરીબ અને આદિવાસી પરિવારો સારવાર કરાવતા જોવા મળી રહે છે
       છોટાઉદેપુર જિલ્લો 80 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લામાં બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના પંચમહાલ દાહોદ અને નર્મદા તેમજ મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી તેમજ અન્ય સમાજના પરિવારો સારવાર અર્થે આવતા હોય છે જબુગામની સીએચસી માં રોજના 150 ઉપરાંત દર્દીઓ પ્રાથમિક સારવાર લે છે જ્યારે ગાયનેક પ્રોબ્લેમને લઈને આવતા સેકડો દર્દીઓ ને જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર  માં થી ઠેક ઠેકાણે થી રીફર કરવામાં આવતા હોય છે
      છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી પ્રસ્તુતિની હોસ્પિટલ બોડેલી તાલુકાના  જબુગામની આ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ ગાયનેક પ્રોબ્લેમને લઈને આવતા હોય છે અહીં ડીલેવરી માટે આવતા દર્દીઓમાં જેનું સીઝર કરવાનું હોય છે તેવા દર્દીના સગા વાલાઓને બહારની દવા લખી આપવામાં આવે છે જે દવા બોડેલી માંથી બે થી પાંચ હજાર રૂપિયા ખર્ચી સગા વાલાઓ લાવતા હોય છે
    ત્યાંના ડોક્ટર દ્વારા જણાવવામાં આવી રહી છે કે  દર્દીના સગાઓને લખી આપવામાં આવતી દવા પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર માંથી  લાવવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવે છે બીજી બાજુ દર્દીઓ ના સગા વાલા જણાવી રહ્યા છે કે તેઓને  દવા લેવા બોડેલી ની ઍક ખાનગી હોસ્પીટલ ના મેડિકલ માંથી દવા લાવવાનું જણાવવા માં આવે છે
       એક બાજુ સરકાર દ્વારા આરોગ્યની સુવિધા લઈને ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા પ્રસ્તુતિ ગ્રુહ ગણાતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે બોડેલી તાલુકાના જબુગામ  ખાતે આવેલું છે ત્યાં જ દવાના અભાવને લઈને દર્દીઓને પૈસા ખર્ચવાનો વારો આવી રહ્યો છે સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ કે જેમા મફત  સારવાર આપવામાં આવે છે  જે ખાનગી હોસ્પિટલો માં પણ વિનામૂલ્યે સારવાર થઈ રહી છે ત્યારે બીજી બાજુ જે સરકારી દવાખાનું છે ત્યાં જ દર્દીઓને પૈસા ખર્ચવાનો વારો આવી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220826-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *