ભારતના ચૂંટણીપંચ તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચીન ચૂંટણી અધિકારીશ્રીની સૂચના અનુસાર તા. ૧૨ ઓગસ્ટથી તા. ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન થયેલા ફેરફારો બાદ જામનગર જિલ્લામાં કુલ ૧૨,૦૬,૯૧૦ મતદારો નોંધાયા છે. જેમાં કાલાવડ વિધાનસભા મતદાર વિસ્તારમાં ૧,૨૦,૩૪૦ પુરુષો, ૧,૧૩,૦૭૧ સ્ત્રીઓ, ૨ થર્ડ જેન્ડર, ૭૭ ગ્રામ્યમાં ૧,૨૯,૧૯૩ પુરુષો, ૧,૨૨,૭૪૧ સ્ત્રીઓ, ૭૮ જામનગર ઉત્તરમાં ૧,૩૪, ૬૯૯ પુરુષો, ૧,૨૮,૬૭૫ સ્ત્રીઓ, ૧ થર્ડ જેન્ડર, ૭૯ જામનગર દક્ષિણમાં ૧,૧૭,૨૮૭ પુરુષો, ૧,૧૩,૩૫૫ સ્ત્રીઓ, ૧૦ થર્ડ જેન્ડર તેમજ ૮૦ જામજોધપુરમાં ૧,૧૭,૦૫૩ પુરુષો, ૧,૧૦,૮૪૧ સ્ત્રીઓ, ૨ થર્ડ જેન્ડર મળી જામનગર જિલ્લાના કુલ ૬,૧૮,૫૭૨ પુરુષો, ૫,૮૮,૩૨૩ સ્ત્રીઓ તેમજ ૧૫ થર્ડ જેન્ડર મળી કુલ ૧૨,૦૬,૯૧૦ મતદારો નોંધાય છે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન કુલ ૧૫,૭૭૩ મતદારોનો વધારો થયો છે. જામનગર જિલ્લામાં કુલ ૧૨૮૭ મતદાન મથકો છે. તેમજ જિલ્લાનો મતદાર યાદી મુજબનો જેન્ડર રેશિયો ૯૫૧ થયેલ છે.
મતદાર યાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા voter helpline mobile app થી www.nvsp.in તથા www.voterportal.eci.gob.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તેમજ https://ceo.gujarat.gov.in/ પરથી આપ મતદાર યાદીમાં આપણું નામ તથા વિગતો, મતદાન મથકોની વિગતો તેમજ મતદાર યાદી લગત તમામ વિગતો જાણી શકો છો. મતદાર યાદી લગત કોઈ સમસ્યા માટે ૧૯૫૦ ઉપર પણ સંપર્ક કરી શકાશે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
