જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસના પગ પેસારાને અટકાવવા માટે તંત્ર સતર્કતાથી કામ કરી રહી રહ્યું છે. આ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૧ ટૂકડીઓ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાતં ગૌ-શાળા અને પાંજરાપોળના સંચાલંકો સાથે તંત્ર સંકલનમાં રહીને લમ્પી વાયરસને લઈને સાવધની રાખાવામાં આવી રહી છે.
આ સંદર્ભે નાયબ પશુપાલન નિયામક ડો. પનારા કહે છે કે, તાજેતરમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કીન ડિસીઝ) જેવા મળી રહ્યો છે. ત્યારે પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી. પણ તકેદારી સાથે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. આ રોગ સમયસર સારવાર અને રસીકરણ કરવાથી સંપર્ણપણે નિયંત્રિત થઈ જાય છે. જો કોઈ બિમાર પશુઓમાં લમ્પી વાયરસના ચિન્હો જોવા મળે તો, ત્વરિત બિમાર પશુને અન્ય પશુઓથી અલગ તારવી નાખવું. આ સ્થિતિમાં તુરંત સ્થાનિક પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવો અને તેમની સૂચના અનુસાર પશુઓની સારવાર કરવી. ઉપરાંત ૧૯૬૨ હેલ્પલાઈન પર સંપર્ક કરીને પણ પશુપાલકો સહાયતા મેળવી શકે છે.
વધુમાં ડો. પનારા કહે છે કે, આ રોગનુ મુખ્યત્વે લક્ષણો પરથી જ નિદાન કરવામાં આવે છે. તેમજ પી.સી.આર અને એલાયસા ટેસ્ટ દ્વારા લેબોરેટરીમાં સચોટ નિદન કરી શકાય છે. પશુઓમાં લમ્પી વાયરસમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી વહેવું, માઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે, ખાવામાં તકલીફ પડે અને ગાભણ પશુ તરવાઈ જાય તેવા લક્ષણો જોવા મળે છે. ક્યારેક આ વાયરસ પશુઓનો જીવલેણ પણ સાહિત થતો હોય છે. પરંતુ સમયસર સારવાર અને રસીકરણથી રોગનો અટકાવ શક્ય બને છે.
હાલમાં સમગ્ર જિલ્લામાં લમ્પી વાયરસના અટકાવ માટે રાજ્યના પશુપાલન ખાતા તથા જિલ્લા કલેક્ટર શ્રી રચિત રાજના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત ઉચ્ચે સ્તરે સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમ ડો. પનારાએ ઉમેર્યું હતું.

