Gujarat

જેતપુરની એસબીઆઈ બેંકમાં 3 મહિના પહેલા કેશિયરની રૂા.43,75 લાખની ઉચાપત મામલો: વીરપુર નજીક થી મૃતદેહ મળ્યો

જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ એસબીઆઈ બેંકના મેનેજર મનોરંજનકુમાર શ્રીબાસુદેવપ્રસાદ એ બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતો વિજય ગંગારામ દાણીધારીયા નામના કર્મચારી સામે રૂ.43,75,000 લાખની ઉચાપત કાર્યની જેતપુર સીટી પોલીસમાં 3 મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી.ત્યારે પોલીસ દ્વારા લાંબી શોધખોળ બાદ પણ આ બેંક કર્મચારી હાથ લાગ્યો ન્હોતો ત્યારે આજે જેતપુર તાલુકાના વિરપુર નજીકના મંદિર પાસે થી લાશ મળી આવી હતી..
બનાવની વિગતો અનુસાર, ત્રણ મહિના પહેલા એસબીઆઈ બેંકના સીડીએમ મશીનમાં રૂ.43,75 લાખ રૂપિયા મુકવા માટે આપ્યા હોય.ત્યારબાદ બપોરનો રીસેશનો સમય થતાં આ કર્મચારી જેતપુરની બાજુમાં જ આવેલ પોતાના ગામ વીરપુર જમવા માટે ગયો હતો.રીસેશ પુરી થઈ ગઈ અને ત્રણેક વાગવા આવ્યા છતાં વિજય પરત ન દેખાતા મેનેજરે એટીએમ મશીનમાં જઈને જોયું તો સીડીએમ મશીનનો દરવાજો ખુલ્લો હતો અને તેમાં પૈસા નહોતા.આ જોઈ બેન્ક મેનેજરે તરત જ વિજયને ફોન કર્યો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો એટલે મેનેજરને વિજય ઉચાપત કરી ગયો હોવાનો અહેસાસ થયો હતો.
તેમ છતાં વિજય બેંકનો 12 વર્ષ જૂનો કર્મચારી હોય એટલે થોડી રાહ જોઇ અને તેમના ઘરે જઈ તપાસ કરી પરંતુ વિજયનો કોઈ અતોપતો જ ન મળતા મેનેજરે પોલીસે બેન્કના મેનેજરની ફરિયાદ પરથી કેશિયર દ્વારા રૂ.43,75 લાખની ઉચાપતની ફરીયાદ ત્રણ મહિના પહેલા નોંધાય હતી ત્યાર બાદ પોલીસ દ્રારા વિવિધ જગ્યાએ બેંક કર્મચારીની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ ત્રણ મહિના થયા છતાં પોલીસને હાથ લાગ્યો નહોતો.
જ્યારે આજે વિજય નો મૃતદેહ વીરપુરના નેશનલ હાઈવે મંદિરમાથી  મળી આવ્યો હતો આ બાબતની જાણ થતાં વિરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં વિજય ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું  તેમજ મૃતક વિજય પાસેથી પોલીસને ચિઠ્ઠી પણ મળી હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી હતી.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220108-WA0221.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *