જેતપુરમાં લોકો દેશભક્તિના રંગે રંગાયા
2 હજાર તિરંગા સાથે શહેરના મુખ્ય માર્ગ પર નીકળી યાત્રા
આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદી માટે શહીદ થયેલા શહીદવીરોને યાદ કરીને સર્વને દેશ ભક્તિના રંગેથી રંગવાનો મહોત્સવ આ અમૃત મહોત્સવ પ્રસંગે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, હર ઘર ત્રિરંગા’વિષે સુંદર સમજુતી આપીને ઘરે ઘરે ત્રિરંગો લહેરાવવો એવું આહ્વાન કર્યુ. આપણા મા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ ત્રિરંગા યાત્રાઓ કાઢીને ત્રિરંગાનું મહત્ત્વ બતાવ્યું. ત્રિરંગો એ દેશની આન-બાન-શાન છે. આપણા દેશનું ગૌરવ છે. આ ગૌરવ વિશેષ ને વિશેષ જળવાય તેવા શુભ હેતુથી જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન દ્વારા આજ રોજ પ.પૂ.સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામીની માર્ગદર્શન હેઠળ તેમજ તમામ સંસ્થાઓ દ્વારા ‘ત્રિરંગા યાત્રા’ નગરપાલિકાથી પ્રસ્થાન થઈ મુખ્ય માર્ગ એમજી રોડ ઉપર પસાર થઈ હતી.આ યાત્રામાં શહેરની તમામ જનતાએ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા તેમજ ફૂલ વાળા કાસમભાઇએ નીકળેલી યાત્રામાં ફૂલોનો વરસાદ કર્યો હતો
આ તિરંગા યાત્રામાં શહેરના વેપારીઓ તેમજ લોકો,મહિલા મોટી સંખ્યામાં જોડાયા હતા નીકળેલી યાત્રામાં અંદાજે 2000 થી વધુ લોકો હાથમાં તિરંગા રાખી પગપાળા નીકળવામાં આવી હતી
આ ત્રિરંગા યાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડીયા , મનસુખભાઇ ખાચરીયા, તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાવિક દેશપ્રેમી લોકોને ત્રિરંગાનું ગૌરવ વધારવા ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર જેતપુર દેશભક્તિના રંગે રંગાયું હતું
બાઈટ – જયેશ રાદડીયા ધારાસભ્ય જેતપુર
બાઈટ – વિવેક સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિર જેતપુર


