ભૂમિપૂજન તથા સમાજશ્રેષ્ઠીઓનું સન્માન કરાયું
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ રહ્યા ઉપસ્થિત
જેતપુર તાલુકાના જેતલસર ગામે વિઠ્ઠલભાઈ રાદડિયા સરધારધામ શ્રી સરદાર પટેલ સેવા સમાજનું નિર્માણનું ભૂમિપૂજન તથા સમાજશ્રેષ્ઠીઓનો કાર્યક્રમ આજરોજ યોજાયું હતું
જેતપુર તાલુકાનું જેતલસ ગામ આશરે ૪૫૦૦ વસ્તી ધરાવે છે . આ ગામમાં એકપણ સમાજનું નિર્માણ થયેલ નથી ગામમાં રહેતા લોકોને તેમના દીકરા – દીકરીઓના પ્રસંગ અન્ય જગ્યાએ અથવા શહેરના સમાજમાં રાખવાની ફરજ પડતી હોય છે ત્યારે જેતલસર ગ્રામ્ય વિસ્તારમાં અદ્યતન સમાજ ભવનની વર્ષોથી જરૂરિયાત હોય તેવું ખેડૂતનેતા વિઠ્ઠલભાઈ રાદડિયા તેમની હયાતીમાં પોતાના વિચારો જેતલસર ગામના વતની શ્રી સરદાર સમાજનાં અધ્યક્ષ દિનેશ ભુવાને વાત કરતા હતા વાતને વળગી રહીને દિનેશ ભુવાએ તેમની મજબૂત ટીમને કામે લગાડી જેતપુર – સોમનાથ નેશનલ હાઇ વે , ઓવ૨ બ્રીજ પાસે ૮ વીઘા જેટલી જમીન એક વિશાળ સરદારધામનું નિર્માણ સમાજની હયાત આગામી પેઢીઓ માટે કરવાનું સાકાર થવા જઈ રહ્યું આજ રોજ દીપ પ્રજ્વલન સમાજશ્રેષ્ઠીઓનું સન્માન સરદારધામ નિર્માણ રૂપરેખા ભૂમિપૂજન વિધિ , સમાજશ્રેષ્ઠીઓનો પ્રતિસાદ , દાતાઓનું સન્માન તેમજ પ્રસાદ સહિતનાં કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા આ આયોજનમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ડૉ.ભરતભાઈ બોઘરા , ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા , સાંસદ રમેશભાઈ ઘડૂક , ગોરધનભાઈ ધામેલિયા કિરીટભાઈ પટેલ,રાજુભાઈ હિ૨૫૨ા જેન્તીભાઈ રામોલિયા સહિતના રાજકીય – સામાજિક આગેવાનો હાજરી આપી હતી.
હરેશ ભાલીયા જેતપુર


