Gujarat

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને મહા ખેડૂત શિબિર યોજાયું……

હાર્દિક કાનાબાર પ્રાચી
ગીર સોમનાથ….તાલાલા માર્કેટિંગ દ્રારા યાર્ડનાં પરીસરમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ પાટીલ ના વ્રત હસ્તે ‌કરાયુ
જુનાગઢ જીલ્લા સહકારી બેંક આયોજીત મહા ખેડૂત શિબીરમાં તાલાલા-સુત્રાપાડા-વેરાવળ વિસ્તારના ધરતીપુત્રો ભાગ લઘો હતો.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડ ખેડૂત સંમેલનમાં હાજર રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે વધતા જતા ખૂટીયા ઉપદ્રવને લઈને સરકાર કોઈ ચોક્કસ યોજના બનાવી રહી છે અને આગામી દિવસોમાં આ નવી વ્યવસ્થા રાજ્ય સરકાર કરવા જઈ રહી છે તેમજ તાલાલા પંથકની બંધ રહેલી સુગર મિલો અને કેસર કેરીના પાકને પાક વીમા અંતર્ગત સામેલ કરવામાં આવે છે જેને લઇને પણ સરકાર આગામી દિવસોમાં હકારાત્મક દિશામાં વિચારશે તેવો પ્રતિભાવ આપ્યો હતોપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે હતા તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત થયેલા ખેડૂત સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે હાજરી આપી હતી આ તકે તેમણે રાજ્યમાં સતત વધી રહેલા ખુટીયા ના ત્રાસને લઈ ને પણ નિવેદન આપ્યું હતું તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર રખડતા ઢોરને લઈને નીતિ બનાવી ચૂકી છે અને આગામી દિવસોમાં રાજ્યની સરકાર તેના પર અમલ કરવા જઈ રહી છે નવી નીતિના અમલ માં આવવાથી સમગ્ર રાજ્યમાંથી રખડતા ઢોરનો ત્રાસ ઓછો થશે તેવો આશાવાદ ભાજપ પ્રમુખ શ્રી આર પાટીલે વ્યક્ત કર્યો હતોવધુમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ગીર-સોમનાથ જિલ્લાની બંધ થયેલી ખાંડની મિલોને લઈને પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર ખાંડની મિલોને ફરીથી કઈ રીતે શરૂ કરી શકાય તેને લઈને ખૂબ જ ગંભીરતાથી વિચાર કરશે અને શક્ય હોય ત્યાં સુધી બંધ થયેલી ખાંડ મિલો ને ફરી એક વખત શરૂ કરવા અંગે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી વિચાર શે વધુમાં આ વિસ્તારમાં પાકતી એકમાત્ર કેસર કેરીને પાક વીમા અંતર્ગત લાવવાની યોજના પણ રાજ્ય સરકારના વિચારણા હેઠળ છે જે આગામીદિવસોમાં કેન્દ્ર સરકાર સાથે યોગ્ય મસલત કર્યા બાદ કેરીના પાક ને પણ પાક વીમા અંતર્ગત કઈ રીતે સામેલ કરી શકાય તેને લઈને પણ રાજ્ય સરકાર કોઇ અંતિમ નિર્ણય જાહેર કરશે…સી.આર.પાટીલ સાથે સોરઠ ના સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરિભાઈ ઠકરાર, માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, ચેરમેનશ્રી કિરીટભાઈ પટેલ, જશાભાઈ બારડ, જીલ્લા પંચાયત ના પ્રમુખ બચુભાઈવાજા , જીલ્લા ભાજપ પ્રમુખ માન‌‌સિગભાઈ પરમાર  સહિત ના ભાજપ ના મહાનુભાવો ની ઉપસ્થિત રહ્યા હતા….

IMG-20220224-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *