ગિરગઢડા
ભરત ગંગદેવ.
તાલાળા- સુત્રાપાડા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ પોતાના સ્વખર્ચે રસ્તા નુ સમારકામ કરવામાં આવ્યું હતું. તાલાળા સુત્રાપાડા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ
સોમનાથ વેરાવળ હાઇવે રોડ વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઇ પણ કોઈ નિરાકરણ ના આવતા અત્યારે રોડ લગભગ બંધ જેવી હાલત થતા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતાની ફરજ ના ભાગરૂપે સ્વખર્ચે સુત્રાપાડા ફાટક થી કાજલી સુધી રોડ રીપેરીંગ કરાવ્યું હતું. ભારે વરસાદને કારણે સોમનાથ નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રોડ ઉપર મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રોડ ઉપરથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય ત્યારે ખાડાઓ લોકોને બહુ પરેશાની વેઠવી પડે છે ત્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ખુદ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ એ પોતાના સ્વખર્ચે આ રોડ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું…

