અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણી અને મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સચિવ વિજય નહેરાની ઉપસ્થિતિમાં આ મશીનનું રાજ્યની નવી બાયોટેક્નોલોજી પોલિસીના લોંચીંગ વેળાએ સાયન્સ સિટી ખાતે લોકાર્પણ કર્યુ હતું. ગુજરાતમાં બાયોટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્સનેશનલ રિસર્ચ કરવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અંતર્ગત આ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ની સ્થાપના કરવામાં આવેલી છે. આ સંસ્થામાં વિવિધ આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા ૩૦ થી વધુ પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે. એટલું જ નહિ, કોવિડ-૧૯ મહામારી દરમ્યાન જિનોમીક્સ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિકસ, વેસ્ટ વોટર સર્વેલન્સ વગેરે પર પણ જીબીઆરસીએ કામ કરેલું છે. મુખ્યમંત્રીએ આ સંસ્થાને વધુ સુદ્રઢ અને સુગ્રિથત-સક્ષમ બનાવવાના હેતુસર ૧૩.૯૫ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ-થ્રુપુટ જિનોમ સિક્વન્સિંગ મશીન ખરીદવા મંજૂરી આપી હતી. જીબીઆરસીએ એ ખરીદી કરીને ઇન્સ્ટોલ કરેલા આ નોવાસેક ૬૦૦૦ મશીનને પરિણામે જીબીઆરસીએની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે ૯ ગણો વધારો થયો છે. આ ઇલુમિના નોવાસેક ૬૦૦૦ બે દિવસમાં ૬ટીબી અને ૨૦ બિલિયન રીડ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. જીબીઆરસીએમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં ૩૦૦૦થી વધુ એસએઆરએસ-સીઓવી-૨ (કોવિડ-૧૯) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે, તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશેઅન્ય સંશોધનો કેન્સર, રેર જીનેટીક ડિસઓર્ડર, પોપ્યુલેશન જીનેટીક્સ, સંપૂર્ણ જીનોમ/એક્જાેમ/ટ્રાન્સક્રિપ્ટોમ વગેરે સરળતાથી કરવા શક્ય બનશે. આ મશીનની મદદથી એકસાથે ૨-૩ દિવસમાં લગભગ ૫૦ મનુષ્યના પૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ થઇ શકે છે. વધુ સારી જાતિના પશુ અથવા છોડની પસંદગી માટે પશુ જાતિ અને છોડના સુધારણા કાર્યક્રમોમાં પણ આ મશીન ઉપયોગી થઇ શકે છે. નોવાસેક ૬૦૦૦ હાઇ-થ્રુપુટ સિક્વન્સર હોવાથી, વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે હજુ પણ અનકલ્ચર્ડ અને ઓછા પ્રમાણમાં થતાં સુક્ષ્મજીવાણુઓનું અન્વેષણ કરવું શક્ય છે. આ મશીનની મદદ વડે આયુર્જિનોમિક્સ, ફાર્મેકોજીનોમિક જેવા જિનોમીક પ્રોગ્રામ કરવા શક્ય બને છે. આ નવું મશીન જીબીઆરસીની શેર્ડ-લેબ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ વિવિધ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓ કરી શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે જિનોમ સિક્વન્સિંગ ક્ષેત્રે એક નવતર પહેલ હાથ ધરી છે. રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ નોવાસેક ૬૦૦૦ મશીન ખરીદવામાં આવ્યું છે. કોઇ પણ રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં આવું અદ્યતન મશીન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે આ મશીન ઇન્સ્ટોલેશનથી મેળવી છે.
