Gujarat

નંદાણા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા

ખંભાળિયા
ખંભાળિયાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે વાડી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપત્તાના પાના કૂટતા ઈસમો વિક્રમ મુરૂભાઈ માતંગ, વિનોદ રાજશીભાઈ લગારીયા, કારા ભાયાભાઈ આંબલીયા, જયેશ શાંતિલાલ આરંભડીયા, ભરત હરિલાલ રાજ્યગુરૂ, સવદાસ બોઘાભાઈ સુવા, રાજુ નટુભાઈ નિમાવત તથા નારણ પાલાભાઈ આંબલીયા સહિત આઠને પકડી પાડયા હતા. અને રોકડા રૂ.૩૧,૮૨૦ તથા ૪ મોબાઈલ તથા ૨ ફોર વ્હીલર મળી કુલ રૂ.૨૬૨૮૨૦નો મુદામાલ કબજે કર્યો હતો. અન્ય દરોડામાં પોલીસેે ખંભાળીયા પાસે કંચનપુર ગામના પાટિયા નજીક દરોડો પાડી જુગાર રમતા સામત ભારાભાઈ ગંઢ, કિશન નારણભાઈ મશુરા તથા પરસોત્તમ લાલજીભાઈ નકુમને પકડી પાડી રોકડ કબજે કરી હતી.કલ્યાણપુરના નંદાણા સહિત જુદા જુદા બે સ્થળે દરોડા પાડી પોલીસે જુગાર રમતા કુલ ૧૧ જેટલા પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને રોકડ,વાહનો અને મોબાઇલ સહિત રૂ.૨.૭૩ લાખની મતા કબજે કરી હતી. કલ્યાણપુર પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ પી.સી. સિંગરખીયાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ બી. એમ. દેવમુરારી તથા એસ.વી ગળચર સહિતની અલગ અલગ ટિમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહયુ હતુ.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *