ભુજ
નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત કોટડા (રોહા) નજીક આવેલા ભોજરાજ વાંઢ ગામે અખિલ કચ્છ કર્મચારી, ડે-નાઇટ શુટીંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં મહાદેવ ઇલેવન એ અને મહાદેવ ઇલેવન બી ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં મહાદેવ ઇલેવન એ ટીમ વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટમાં ૨૭૫૦૦/- રૂપિયા જેટલી રકમ એકત્રિત થઈ હતી. જે રકમ ભોજરાજ વાંઢ યુવક મંડળને ગૌસેવાના લાભાર્થે અર્પણ કરવામાં આવી હતી. કેતનભાઇ સોમાભાઈ પટેલ અને ગોસ્વામી ધર્મેશ ભાઈ ફાઇનલ ટીમના કેપ્ટન રહ્યા હતા. બેસ્ટ નેટી તરીકે પટેલ કિશન અને સંજય ભાઈ તેમજ બેસ્ટ શૂટર તરીકે પંચાલ ચિરાગભાઈ રહ્યા હતા. વરૂ પરેશભાઈ ડી, પટેલ જીતેશભાઇ કે. તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી તરફથી ટ્રોફી આપવામાં આવી હતી. નોંધનીય છે કે કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો-ઓર્ડીનેટર નરસિંહભાઈ બુચિયાએ કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના કાર્યાધ્યક્ષ હરદેવ સિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા, મહામંત્રી ઘનશ્યામ ભાઈ પટેલ તેમજ સર્વે હોદ્દેદારોએ ગૌસેવાના લાભાર્થે ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ કાર્યકર શિક્ષકોને બિરદાવ્યા હોવાનું નાના અંગીયના બાદલ જાેશીએ જણાવ્યું હતું.ઉનાળાના દિવસો શરૂ થતાં જ સીમાડામાં ઘાસ સુકાઈ જવાની શરૂઆત પણ થઈ જાય છે જેને લઈ પશુઓની હાલત કફોડી બને છે. ત્યારે અબોલ પશુઓની સેવા માટે નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા ઘાસચારાની ઘટ પુરવા આ વર્ષે પણ ગૌસેવાના લાભાર્થે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકત્ર થયેલી રૂ. ૨૮ હજારની રકમ ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી હતી. શિક્ષકો દ્વારા દર વર્ષે રમત ગમતના માધ્યમથી આ પ્રકારે જીવદયાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.
