Gujarat

નસવાડી પોલીસ દ્વારા મોઝે કુપા ગામે નર્મદા કાંઠે મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર રાજયમાંથી ગેરકાયદેસર રીતે બોટ દ્વારા લાવવામાં આવતો પ્રોહીબીશનનો કુલ કિ.રૂ.૧,૧૭,૫૨૫/- નો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવ્યો.

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એસ.બી.વસાવા સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંક્લનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ પ્રયત્નશીલ હોય અને નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. સી.ડી.પટેલ નાઓએ પોલીસ માણસોને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતની હકીકત મળેલ કે મોજે કપ્પા ગામે નર્મદા નદી કિનારે મુકેશભાઇ નાનુભાઇ રાઠવા રહે હાફેશ્વર તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો મહારાષ્ટ્ર રાજ્યના અહીં ગામના સેલીયાભાઇ દખનીયામાઇ વસાવે નાઓની સાથે મળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો ધંધો કરે છે અને સેલીપાભાઇ દખનીપ ભાઇ વસાવા અહીં તા.ધડગાવ જી.નંદુરબાર મહારાષ્ટ્ર નાઓ કપ્પા ગામે નર્મદા નદી કિનારે મહારાષ્ટ્ર તથા એમ.પી.માંથી ઇગ્લીસ દારનો જથ્થો લાવી તેને જથ્થાબંધ વેચાણ કરવા સારૂ મુકેશભાઇ નાનુભાઇ રાઠવા રહે.હાફેશ્વર તા કવાટ જી.છોટાઉદેપુર નાઓને આપી જાય છે અને આજે પણ કુપ્પા ગામે નર્મદા નદી કિનારે ઇગ્લીસ દારૂનો જથ્થો ઉતારેલ છે જે બાતમી હકિકત આધારે સ્ટાફના માણસો સાથે મોજે ક્રુપા ગામે નર્મદા નદી કાંઠેથી પ્રોહી રેઇડ કરતા કુલ કિંમત રૂપિયા ૧,૧૭.૫૨૫/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન સી-૧૧૧૮૪૦૦૭૨૨૦૮૦૪/૨૦૨૨ ધી પ્રોહી એકટ લમ ૬૫ એ,ઇ,૧૧૬(બી),૮૧ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220724-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *