Gujarat

*નાયબ પોલીસ અધિક્ષકે બીરસા એજ્યુકેશન અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી કોચિંગ ક્લાસ ની મુલાકાત લીધી.*

    આજરોજ બિરસા એજ્યુકેશન અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષાઓની તૈયારીઓ નાં ભાગ રૂપે  છોટાઉદેપુર નજીક પીપલેજ સ્થિત મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ ખાતે શરૂ કરવામાં આવેલ ફ્રી કોચિંગ ક્લાસ ની મુલાકાત લીધી હતી.
     મુલાકાત દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની શારિરીક કસોટી માંથી ઉતીર્ણ થયા બાદ લેખિત પરિક્ષાઓની તૈયારીઓ કરી રહેલા અને બિરસા એજ્યુકેશન અંતર્ગત ફ્રી કોચિંગ ક્લાસ નો લાભ લઇ રહેલા તમામ ઉમેદવારોને લેખિત પરિક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ એક પરીક્ષા માં કોઈ ત્રુટીઓ રહે અને નિષ્ફળતા મળે ત્યારે નાસીપાસ થયા વગર તેનાં પછી પણ સફળતા માટે નાં પ્રયાસો અવિરતપણે ચાલુ રાખી લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ રહીએ, કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી તેમ જણાવી પરીક્ષાઓ ની તૈયારીઓ બાબતે જરૂરી સલાહ સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
    અત્રે  ઉપસ્થિત રહેલ  છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી કાટકરે બીરસા એજ્યુકેશન અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી કોચિંગ ક્લાસ ની આ સેવાઓને બિરદાવી જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવાને પોતાની વ્યક્તિગત રીતે યથાશક્તિ સહયોગ રાશિ રુપિયા ૨૦ હજાર આપી આ સરાહનીય કામગીરી ની પ્રસંશા કરતાં તેમણે વધુ કાંઈ મદદ ની જરૂર જણાય તો જણાવવા માટે ની વાત કરી હતી.
  આ પ્રસંગે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા તથા બીરસા એજ્યુકેશન હેઠળ શરુ કરવામાં આવેલ ફ્રી કોચિંગ ક્લાસ શરૂ કરવામાં માં અહમ ભૂમિકા ભજવનાર લલીતભાઈ રાઠવા, ચિરાગભાઈ રાઠવા,ધનસિંગભાઈ રાઠવા ,રામચંદ્ર રાઠવા, સંજયભાઈ રાઠવા‌ સહીતનાં સાથીઓ તથા કોચિંગ ક્લાસ નો લાભ લઇ રહેલા તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220207-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *