કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના પસાયા ગામે કોઝ વે, ચેકડેમ તેમજ મહાકાળી માતાજીના મંદિરમાં નવા ભોજનાલયનું ખાતમુહર્ત કર્યું હતું. પસાયા (બેરાજા) ગામે રૂ.37.98 લાખના ખર્ચે નાના-મોટા કુલ 5 ચેકડેમનું કૃષિમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. વિસ્તારની રૂપારેલ નદી પર નવા કોઝ વે કુલ રૂ.29.54ના ખર્ચે બનાવવામાં આવશે.
વિવિધ ખાતે મુહર્ત પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અત્યારે ચોમાસાની શરૂઆતમાં જ તમામ ચેકડેમ, કોઝ વેના રિપરિંગ કાર્યો તાત્કાલિક ધોરણે પૂરા કરવાનો લક્ષ્યાંક રહેલો છે. તેમણે ઉપસ્થિત અધિકારીશ્રીઓને ખેડૂતોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લઇ આવવા માટે તાકીદ પણ કરી હતી. પશુપાલકોને તેમના પશુઓના નિભાવ માટે સરકાર તરફથી રૂ.1.60 લાખની લોન 1 વર્ષ માટે વગર વ્યાજે ઉપલબ્ધ છે, જેનો મહત્તમ ફાયદો લેવા ગ્રામજનોને અપીલ કરી હતી. બિનવારસી ઢોર માટે પણ અત્યારે સંકલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો મહત્તમ પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે, તેના તરફ પણ ખેડૂતોએ આગળ વધવું જોઈએ. પ્રાકૃતિક ખેતી એ ગાય આધારિત ખેતી છે. સરકાર દ્વારા 2 લાખથી વધુ ખેડૂતોને ગાયના નિભાવખર્ચ તરીકે રૂ.10800ની સહાય પણ આપવામાં આવી છે. કૃષિમંત્રીશ્રીએ પસાયા ગામના મહાકાળી માતાજીના મંદિરના નિર્માણાધીન ભોજનાલય માટે રૂ.51000નું અનુદાન પણ આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી ભરતભાઈ બોરસદિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં રૂ.100 કરોડના વિવિધ રસ્તાના કામને મંજૂરી મળી છે. તેમજ અંદાજિત રૂ.35 કરોડના જોબ નંબર પણ મળ્યા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહયા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ બોરસદીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકુંદભાઈ સભાયા, જામનગર કિશાન મોરચામાંથી શ્રી હાર્દિકભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી શ્રી ગિરીરાજસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ ફાચરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ માંડવીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાંતિલાલભાઈ દુધાગરા, કાર્યપાલક ઈજનેર શ્રી એસ. એન.હરદયા, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી આર.જે. અકબરી, મદદનીશ ઈજનેર શ્રી આર.સી. નંદાણીયા, જિલ્લા સહકારી બેંક ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ મોવીયા, મેડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ, સપડા ગામના સરપંચ શ્રી નિલેશભાઈ કંચવા, બેરાજા ગામના સરપંચ શ્રી શૈલેષભાઇ, શ્રી ઘનશ્યામભાઈ, મોડપર ગામના સરપંચ શ્રી મહેન્દ્રસિંહ, શ્રી ભરતસિંહ કંચવા, હડમતીયા ગામના સરપંચ શ્રી ખોડાભાઈ, શ્રી મનસુખભાઇ મૂંગરા, જગા ગામના સરપંચ શ્રી કિરીટસિંહ, બજરંગપુર ગામના માજી સરપંચ શ્રી હીરાભાઈ, શ્રી બકુલસિંહ જાડેજા, નંદપુર ગામના સરપંચ શ્રી જગદીશભાઈ ઘાડિયા, શ્રી ધરમશીભાઈ ડોળતીયા, આજુબાજુના ગામમાંથી પધારેલા અનેક આગેવાનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


