Gujarat

પાલનપુરના નેનાવા પાસેથી દેશી પિસ્તોલ સાથે ૧ ઈસ્મની ધરપકડ

પાલનપુર
બનાસકાંઠા એસઓજીના હસમુખ, હસમુખદાન, જેતસીભાઈ, અજમલસિંહ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસ કોન્સટેબલ હસમુખદાનને મળેલ બાતમી હકીકત આધારે ધાનેરા તાલુકાના નેનાવા નજીકથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી એક પેસેન્જર ઇક્કો ગાડીમાં બેઠેલા શખ્સ પ્રિયંક ઈશ્વરભાઈ સમેજા (રાવળ)રહે. ડીસા, મંગલ પાર્ક, ત્રણ હનુમાન રોડ, તા.ડીસા વાળાના જાત કબ્જામાંથી ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરની એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત ૨૦,૦૦૦ સાથે પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આરોપીને આગળની કાર્યવાહી માટે ધાનેરા પો.સ્ટે ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધાનેરાના નેનાવા નજીકથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે બનાસકાંઠા એસઓજીએ ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

A-man-was-caught-with-a-forged-pistol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *