Gujarat

પાલનપુર જી.ડી.મોદી કોલેજ ખાતે કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ કરાયું

આવતીકાલ તા. ૨૬મી જાન્યુરઆરી-૨૦૨૨, ૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પાલનપુર મુકામે આવેલ જી. ડી. મોદી કોલેજ ખાતે થનાર છે. જેમાં માર્ગ અને મકાન, પરિવહન, સીવીલ એવિએશન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધ્વજવંદનના સ્થળે કાર્યક્રમને લગતી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
         આજે સવારે-૯.૦૦ કલાકે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પોલીસ પરેડ, હર્ષધ્વની સહિત તમામ વ્યવસ્થાાઓનું રિહર્સલ જોઇને કલેકટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી વધુ સારી રીતે કાર્યક્રમ કરવા પ્રોત્સાહન પણ પુરૂ પાડ્યું હતુ.
         આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ.ટી.પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20220125-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *