Gujarat

પિઠાઈ પ્રાથમિક શાળાના  સ્થાપના દિનની ઉજવણી કરાઈ.  

મકસુદ કારીગર,કઠલાલ
 કઠલાલ તાલુકાના પીઠાઇ માં પ્રાથમિક શાળા ના સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પોગ્રામ ની શરૂઆત કરાઈ  ત્યારબાદ શાળાની બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કર્યું હતું શાળાના આચાર્ય ચિરાગ.વી.પટેલ દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારંભ માં ઉપસ્થિત મહેમાનો દ્વારા કેક કાપી શાળાના ૧૫૨ માં સ્થાપના દિન ની ઉજવણી કરાઈ હતી.
 આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ખેડા જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી માછી સાહેબ,એજ્યુકેશન ઇન્સપેક્ટર રણજીત સિંહ ડાભી,તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી.બીઆરસી કો ઓર્ડીનેટર,પીઠાઇ ગામના સરપંચ સતીષ ભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ તેમજ ભાજપ બક્ષીપંચ મોરચા ના જિલ્લા કોષાઅધ્યક્ષ ગોવિંદભાઇ શર્મા અને ગામના અગ્રણીઓ તેમજ એસ.એમ.સી સભ્યો,ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ સમારંભ ના અધ્યક્ષ માછી સાહેબ તેમજ રણજીત સિંહ.ડી.ડાભી દ્વારા પ્રસંગને અનુરૂપ શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું
 પ્રવચન બાદ શાળા ના આ.શિ.યોગીનાબેન આર શાહ તેમજ મહેમાનોં દ્વારા દાન પેટે મળેલ સ્માર્ટ કલાસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જ્યારે
 કાર્યક્રમ ના અંત માં સી.આ.સી.કો.ઓર્ડીનેટર વિજય ભાઇ કે દેસાઇ એ શાળા પરિવાર તેમજ એ.એમ.સી વતી આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ કાર્યક્રમમાં  તમામ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ દ્વારા  ભોજન  લઇ કાર્યક્રમ પુર્ણ કરાયો હતો.

IMG-20220504-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *