Gujarat

બિરસા એજ્યુકેશન અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા ફ્રી કોચિંગ ક્લાસ ની શરૂઆત કરવામાં આવી

છોટાઉદેપુર નગર નજીક પેપલેજ સ્થિત મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ ખાતે..
 બિરસા એજ્યુકેશન તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા હાલમાં પોલીસ અને પીએસઆઇ ની શારિરીક કસોટી માં કવોલિફાઈડ થયેલા ઉમેદવારોને લેખીત પરીક્ષા ની તૈયારીઓ નાં ભાગ રૂપે છોટાઉદેપુર વિસ્તારના યુવા યુવતીઓ માટે ફ્રી કોચિંગ ક્લાસ માટે ની શરૂઆત કરવામાં આવી હતી, અહીં છોટાઉદેપુર જિલ્લામાંથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ સહિત ની શારિરીક કસોટી માં ખુબ મોટા પ્રમાણમાં યુવાઓ ગ્રાઉન્ડ પાસ કરી રહ્યા છે પરંતુ  પુરતું વાંચન અને અધ્યયન નહીં કરી શકવાના કારણે લેખિત પરિક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી તે વાત ને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર જિલ્લાના માજી સૈનિકો, હાલ સેવાઓ આપી રહેલ સૈનિકો તથા પોલીસ વિભાગ માં ફરજ બજાવતા અહીં ના સૌ સાથીઓ દ્વારા આ સરાહનીય પ્રયત્ન કરવા માં આવી રહ્યો છે, જેમાં ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવા જમવા ની વ્યવસ્થા ઓ સાથે તજજ્ઞો ની સેવાઓ સાથે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે,આ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સાથી સૈનિક જવાનો પેરા કમાન્ડો લલીતભાઈ રાઠવા,સમરાજભાઈ રાઠવા,ઝેનદુભાઈ રાઠવા  તેમજ જમ્મુ કાશ્મીર અને આસામ, અરુણાચલ, નાગાલેન્ડ તથા લેહ લદ્દાખ ની બર્ફીલી પહાડીઓ માં માઇનસ ડીગ્રી તાપમાન વચ્ચે દેશની સુરક્ષા માટે તૈનાત છોટાઉદેપુર જિલ્લાના જવાનો પણ વતનના યુવાઓના ઉજ્વળ ભવિષ્ય ની ચિંતા દેશની બોર્ડર પર રહીને પણ ખુબ સરસ રીતે સહયોગ કરી રહ્યા છે તે કાબીલેદાદ કહીં શકાય, ઉપરાંત પોલીસ વિભાગ ના ધનસિગભાઈ રાઠવા તથા ચિરાગભાઈ રાઠવા તેમજ ફોરેસ્ટ વિભાગ આરએફઓ  નિરંજનભાઈ રાઠવા પણ જરૂરી યોગદાન આપી રહ્યા છે.
  આ પ્રસંગે મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ નાં સંચાલક શંકરભાઈ રાઠવા તથા સ્કુલ નાં પ્રિન્સીપાલ સરિતાબેન રાઠવા તથા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વિજયભાઈ રાઠવા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી વાલસિંહભાઈ રાઠવા તથા સામાજિક કાર્યકર્તા કાન્તાબેન ભાયાભાઈ રાઠવા, મહેન્દ્રભાઈ રાઠવા (પોટીયા)નાં હસ્તે તમામ ઉમેદવારોને પુરતાં પ્રમાણમાં જરૂરી સ્ટેશનરી અને તાલીમ મટીરીયલ આપી ને ફ્રી કોચિંગ ક્લાસ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું , જેમાં સ્કુલ ના શિક્ષકો અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની તૈયારીઓ કરી રહેલા તમામ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *